ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજ્ય સરકારે દ્વારા બોર્ડર વિસ્તારની શાળામાં વધારે મહત્વ આપીને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાના કારણે બધું આયોજન ઉપર પાણી પડ્યું હતું. ત્યારે અન્ય જિલ્લાઓમાં અધિકારીઓ અને પ્રધાનો દ્વારા શાળાઓ કરાયું હતું. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શાળા બાબતની રીવ્યુ બેઠક કરી હતી અને અધિકારીઓને આપેલ કામની સમીક્ષા કરી હતી.
પ્રધાનો-અધિકારીઓ સાથે બેઠક અધિકારીઓ-પ્રધાનોને આપી હતી સૂચના: શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે તે પ્રધાનો અથવા તો અધિકારી જે ગ્રામ્ય વિસ્તારની શાળામાં કાર્યક્રમમાં હાજર રહે તે દરમિયાન શાળાની પરિસ્થિતિ બાળકોને પડતી મુશ્કેલી ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારમાં જાય તેવા વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધા બાબતે પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે પણ અધિકારીઓએ સર્વે કરીને રિપોર્ટ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોપાયા હોવાની વાતો પણ સામે આવી રહી છે. ત્યારે હવે જેટલી પણ ફરિયાદો અને સર્વેમાં વિગતો આવી હશે તેના ઉપર પણ રાજ્ય સરકાર કામગીરી કરશે.
શાળાઓની જરૂરી બાબતોનું ડૉક્યુમેન્ટેશન: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ શાળા પ્રવેશોત્વમાં જે-તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે ઇચ્છનીય છે. આવું ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે-તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે. જે પણ તકલીફ હોય તો તેમાં સુધારો કરવાની સૂચના આપી હતી જેથી આવનારા વર્ષે શાળા પ્રવેશોત્સવમાં ભૂલ સુધારી શકાય.
કેટલા બાળકોને શાળામાં પ્રવેશ મેળવ્યો: શાળા પ્રવેશોત્સવ-2023માં રાજ્યના 27 જિલ્લાઓની 27,368 પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે 315 જેટલા વર્ગ-1-2 ના અધિકારીઓ સહિત 46,600 થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. ધોરણ-1 માં કુલ 2?30 લાખ બાળકોએ તથા આંગણવાડીમાં 9,77,513 ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે. આ પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે 23.61 કરોડ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ ભેટ સોગાદો લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ છે.
5200 કરોડના ખર્ચે વર્ગખંડોનું આયોજન:રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શિક્ષણમાં સુધારા બાબતે જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓમાં આગામી દિવસોમાં 28,973 વર્ગખંડોનું 5200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે. શાળા પ્રવેશોત્સવને પગલે ગુણોત્સવ અને સ્કૂલ એક્રેડીટેશન પણ રાજ્ય સરકાર કરે છે. 3 વર્ષ પહેલાં 50 ટકાથી ઓછો સ્કોર ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે 11 ટકાનો ઘટાડો થયો છે. 50 ટકાથી વધુ સ્કોર ધરાવનારી શાળાઓની સંખ્યા 23,885 થી વધીને 28,946 થઇ ગઇ છે.
- બાળકને 5 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે, નવો નિયમ વર્ષ 2022-23થી અમલમાં
- RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો