ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર બની રહેલી દેશની પ્રથમ હોટલનું કામ જોઈ CM ભડક્યા

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર હોટેલ બનાવવામાં આવી રહી છે. દેશની પ્રથમ એવી હોટેલ હશે જે રેલવે સ્ટેશન ઉપર બની રહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન હોટેલની બિલ્ડીંગની કામગીરી જોવા માટે આજે રવિવારે પહોંચ્યા હતા. ત્યારે મંથરગતિએ ચાલતી કામગીરી જોઈને CM ભડક્યા હતા.

CM visit of hotel

By

Published : Jul 28, 2019, 2:53 PM IST

ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિરની બિલકુલ પાછળના ભાગે આવેલા રેલવે સ્ટેશન ઉપર દેશની પ્રથમ હોટલ બની રહી છે. હોટલનું ઓપનિંગ ગત જાન્યુઆરી 2019 માં કરવામાં આવનાર હતું. પરંતુ હજુ સુધી તે શક્ય બન્યું નથી. જાન્યુઆરી પહેલા રેલવેપ્રધાન પિયુષ ગોયલ રેલવે સ્ટેશન ઉપર બની રહેલી હોટલની કામગીરી જોવા માટે આવ્યા હતા.

તેમણે પણ જાન્યુઆરી મહિનામાં હોટલને પ્રથમ માળ સુધીનું ઓપનિંગ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી હોટેલનો શુભારંભ કરી શક્યા નથી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રવિવારે હોટલની કામગીરી જોવા માટે આકસ્મિક પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ સાથે હોટેલની કામગીરીમાં વિલંબ બાબતની માહિતી મેળવી હતી.

રેલવે સ્ટેશન ઉપર બનનાર દેશની પ્રથમ હોટલનું કામ જોઈ CM ભડક્યા

મંથરગતિએ ચાલતી કામગીરીને લઈને મુખ્યપ્રધાને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થળ ઉપર જ અધિકારીઓને જણાવ્યું હતું કે, શા માટે આટલું બધું કામ ધીમું ચાલી રહ્યું છે. ત્યારબાદ મુખ્યપ્રધાન હોટલના તમામ માળ ઉપર રૂબરૂ જઈને જાણકારી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ પહેલા હોટેલ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, તેઓ સીએમને વિશ્વાસ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details