- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સૌરાષ્ટ્રના ગામડાઓની લેશે મુલાકાત
- મુખ્યપ્રધાન ગામડાઓની મુલાકાત બાદ નુકસાનીનો મેળવશે ચિતાર
- મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે જે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. મુખ્યપ્રધાન ઉના તાલુકાના ગરલ ગામ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત ગુરૂવારનાના રોજ દિવસ દરમિયાન લેશે. જેમાથી મુખ્યપ્રધાને ગીર સોમનાથના ગરાળ ગામની મુલાકાત લીધી હતી બાદ ગ્રામજનો પાસેથી આપવીતી સાંભળી લોકોને સાંત્વના પાઠવી હતી. ગામના મહિલા સરપંચ મોંઘીબેને ગામની સ્થિતિ વર્ણવતા ભાવુક થયા હતા જેથી મુખ્યપ્રધાને સૌ ને હિંમત રાખવા જણાવ્યું હતુ.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગરાળ ગામની લીધી મુલાકાત
મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. તદ્દઅનુસાર મુખ્યપ્રધાન આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તૌકતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.
મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક સંવાદ કર્યો
મુખ્યપ્રધાને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યપ્રધાન સાથે આ મુલાકાત દરમિયાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લેવા પોહચ્યાં છે. મુખ્યપ્રધાન આજે સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા રવાના થયા હતા. ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા તેમણે દરેક વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કરીને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યપ્રધાન અમરેલી-ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે દિવસ દરમિયાન ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને તૌકતે વાવાઝોડાથી અમરેલી - ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનીનું અંદાજ મેળવશે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવશે.
લાકાત બાદ મુખ્યપ્રધા અધિકારીઓ સાથે બેઠક યોજીશે
મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે. વાવાઝોડાથી પ્રભાવિત ગામોની આ મુલાકાતમાં મુખ્યપ્રધાન સાથે મુખ્યપ્રધાનના અગ્ર સચિવ કે કૈલાસનાથન તેમજ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ જોડાશે. મુખ્યપ્રધાન મોડી રાત્રે ગાંધીનગર પરત પહોંચશે.
આ પણ વાંચોઃતૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ