ગુજરાત

gujarat

ETV Bharat / state

MSME એકમો માટે સારા સમાચાર, સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનમાં 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ - વીજળી ઉત્પન

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સસ્તી અને સરળ વીજળી ઉત્પન્ન કરવા માટે કુદરતી સ્ત્રોત તરફ આગળ વધી રહી છે, ત્યારે રાજ્ય સરકારે MSME ઉદ્યોગને સોલાર પ્રોજેક્ટના મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની મર્યાદા મુકવામાં આવી હતી જે રાજ્ય સરકારે દૂર કરી છે. આ બાબતની જાહેરાત રાજ્યના ઉર્જાપ્રધાન સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આ નિર્ણયથી રાજ્યના કુલ 33 લાખ MSME ઉધોગોને ફાયદો થશે.

MSME એકમો માટે સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનના 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ

By

Published : Sep 19, 2019, 4:16 PM IST

રાજ્ય સરકારે સૌરઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા 2015માં સોલાર પોલિસી જાહેર કરેલી છે. તેનો વ્યાપ વધારીને તેમજ સમય અનુકુળ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનમાં 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરઉર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂપિયા 8 જેટલી રકમ આપે છે. તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે. એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે 3.80 રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે 2.75 જેટલો ફાયદો થશે.

જયારે, ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી સૂર્યઊર્જા ખરીદ કરી શકશે. જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયત ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌરઊર્જા ઉત્પાદન કરીને કલીન ગ્રીન એનર્જી મેળવી શકશે. જો MSME એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે. રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂપિયા 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે આ અભિનવ પહેલાથી ગુજરાતમાં સૌરઉર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે વિન સિચ્યુએશન ઉભી થવાની નવી દિશા ખૂલી છે.

ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્ય 2022 સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે, ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-કલીન સૌરઉર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઉર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઉર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details