મહારાષ્ટ્રમાં કેટલાય સમયથી સત્તા બનાવવા પક્ષોની મથામણ ચાલી રહી હતી. એવામાં શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. જેને લઈ અનેક નેતાઓ પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી રહ્યાં છે, ત્યારે CM વિજય રૂપાણીએ પણ ફડણવીસને શુભેચ્છા પાઠવી છે.
વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં પહેલાથી જ ભાજપની સત્તા બનશે તેવું નક્કી હતું. પરંતુ અમુક પક્ષો પોતાના ફાયદા માટે છેલ્લા કેટલાય દિવસથી મથામણ કરી રહ્યાં હતાં."
CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા આગળ વાત કરતાં રૂપાણીએ કહ્યું હતું કે, NCP અને ભાજપ પક્ષે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સ્થિર સત્તા આપવાનું નક્કી કર્યુ. જેથી હવે મહારાષ્ટ્ર રાજ્યમાં એકદમ સ્થિર અને વિકાસના કામોને વળગેલી એવી ભાજપની સરકાર રચાશે. આજે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે, તે બદલ તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું."
આ ઉપરાંત ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા પાઠવી તેમના વખાણ કર્યા હતાં.