ગુજરાત

gujarat

ETV Bharat / state

CM વિજય રૂપાણીએ પ્રવાસન ધામ તથા તીર્થ યાત્રા ક્ષેત્રના કામ માટે E લોકાર્પણ સહિત ખાતમૂર્હત કર્યું - પ્રવાસન-ધામો તથા તીર્થ યાત્રાના કામ

રાજ્યમાં કોરોનાનો કહેર છે. છેલ્લા 4 દિવસથી કોરોનાનો આંક 900 વટાવી રહ્યો છે. તે સમયગાળા દરમિયાન રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરિઝમ સરકીટ ઉભી કરી ગુજરાતને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યકત કરી છે.

E લોકાર્પણ અને ખાતમૂર્હત
E લોકાર્પણ અને ખાતમૂર્હત

By

Published : Jul 16, 2020, 5:27 PM IST

ગાંધીનગર : CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જ્યોર્તિલીંગ સોમનાથ, સાસણગીર, સિંહદર્શન, ગિરનાર પર્વત, ઉપરકોટ અને સોમનાથનો દરિયા કિનારો એમ પ્રવાસન ધામોને સાંકળી લેતી ટુરિઝમ સરકીટ બનાવવાની દિશામાં વિચારાધિન છે. ગિરનાર પર્વત ઉપર આગામી દિવસોમાં શરૂ થનારો રોપ-વે સમગ્ર પ્રવાસન ક્ષેત્રનું નવું નજરાણું બનશે.

E લોકાર્પણ અને ખાતમૂર્હત
CM રૂપાણીએ પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા E-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન યાત્રા તીર્થધામોના કુલ રૂપિયા 126.96 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા. જ્યારે ભારત સરકારની પ્રસાદ યોજના અન્વયે કરોડો હિન્દુઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સોમનાથ ધામમાં 45 કરોડ રૂપિયાના યાત્રિ સુવિધા કાર્યોના ઇ-લોકાર્પણ કર્યા હતા.આ અવસરે ભારત સરકારના પ્રવાસન રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલે નવી દિલ્હીથી વીડિયો લીન્ક મારફતે ઉપસ્થિત રહીને શુભકામનાઓ આપી હતી. સુવિધાઓ અંતર્ગત વિશાળ પાર્કિંગ, કોમ્યુનિટી કિચન, પ્રવાસન માહિતી કેન્દ્ર, સોમનાથ મ્યૂઝિયમ, લાયબ્રેરી સહિતની વર્લ્ડ કલાસ સુવિધાઓ સોમનાથમાં ઉભી કરીને ગુજરાત સરકાર, ભારત સરકાર અને સોમનાથ ટ્રસ્ટ આ યાત્રાધામના સર્વગ્રાહી પ્રવાસન વિકાસ માટે સતત કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details