ગુજરાત

gujarat

ETV Bharat / state

CM વિજય રૂપાણીએ અમદાવાદ નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન કર્યા, પત્ની અંજલી રૂપાણી પણ હાજર રહ્યાં - CM વિજય રૂપાણીએ અમદાવાદ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં જે પણ મુખ્યપ્રધાન હોય તો તેઓએ અમદાવાદના લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરમાં નવા વર્ષના દિવસે આવવું તે એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જે પરંપરાને યથાવત રાખીને આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભદ્રકાળી મંદિર ખાતે સહ પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ અમદાવાદ નગરદેવી માં ભદ્રકાળી સમક્ષ શીશ ઝુકાવ્યું, પત્ની અંજલી રૂપાણી પણ હાજર રહ્યાં

By

Published : Oct 28, 2019, 3:57 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમની પત્ની અંજલી રૂપાણી સાથે અમદાવાદમાં ભદ્રકાળી મંદિર ખાતે માઁ મહાકાળીની પૂજા અર્ચના કરી હતી પૂજા કર્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. કે દિવાળી અને નવા વર્ષના પ્રારંભે આજે માં મહાકાળીની પૂજા અર્ચના કરી હતી. ગુજરાત તથા ગુજરાતના તમામ નાગરિકોને આવનાર વર્ષ એકદમ સ્વસ્થ રીતે પસાર થાય અને સુખ-સમૃદ્ધિ લાવે સાથે જ ગુજરાતનો વિકાસ અવિરત પણે આગળ વધતો રહે તે અંગેની પણ માતાજી પાસે મનોકામના અને પૂજા અર્ચના કરી હતી.

CM વિજય રૂપાણીએ અમદાવાદ નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા

બીજલ પટેલ અમદાવાદ મેયર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત બાદ અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતની અમદાવાદના મહાકાળી મંદિર માઁ નવા વર્ષના દિવસે મુખ્યપ્રધાન આવે તે પ્રથા આજે પણ યથાવત્ રાખવામાં આવી છે. રાજ્યના CM વિજય રૂપાણીએ આજે ભદ્રકાલી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેર કોર્પોરેશનના ભાજપના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details