દેશ અને ગુજરાતને કોરોનાથી બચાવવા CM રૂપાણીએ સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન કર્યા - ગુજરાતમાં કોરોનાનો આંક 10,000ની પાસે પહોંચી ગયો
ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંકટ ઘટે અને કેસ ઘટે તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કરીને ગુજરાતને કોરોનામાંથી મુક્તિ અપાવવા માટેની પ્રાર્થના અને અર્ચના કરી હતી.
ગુજરાત
ગાંધીનગર : ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો આંક 10,000ની પાસે પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો કહેર વર્તી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશ અને સૌ કોઈ કોરોના મહામારીથી મુક્ત બને અને જન જીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના અર્ચના સાથે ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી શનિવારે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા.
Last Updated : May 16, 2020, 2:42 PM IST