ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાથી સાજા થયેલાં દર્દીઓ સાથે વાત કરતાં સીએમ રૂપાણી - કોરોના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઈરસની બીમારીનો ગુજરાતમાં ભોગ બનેલા વ્યકિતઓ પૈકી સમયસરની સારવારથી સાજા થઇ પોતાના ઘેર જઇ રહેલા 4 વ્યકિતઓ સાથે સંવાદ કરીને તેમને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

કોરોનાથી સાજા થયેલાં દર્દીઓ સાથે વાત કરતાં સીએમ રૂપાણી, જૂઓ વિડિયો
કોરોનાથી સાજા થયેલાં દર્દીઓ સાથે વાત કરતાં સીએમ રૂપાણી, જૂઓ વિડિયો

By

Published : Mar 30, 2020, 8:59 PM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વાઈરસની બીમારીનો ભોગ બનેલા અને હોસ્પિટલમાં સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ પોતાના ઘેર જઇ રહેલા સુરતના રીટાબહેન બચકાનીવાલા, અમદાવાદના સુમિતિ સિંગ, ફિદા હૂસૈન સૈયદ તેમ જ શમ્માદ બેગમ સૈયદ સાથે મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી જનસંવાદ કેન્દ્ર માધ્યમ દ્વારા ટેલિફોનિક સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ આ ચારેય વ્યકિતઓ પાસેથી તેમને તબીબો, પેરામેડીકલ, હોસ્પિટલ સ્ટાફ વગેરે તરફથી મળેલા સહયોગ અને સુશ્રુષા સુવિધાની પૃચ્છા કરી હતી.

કોરોનાથી સાજા થયેલાં દર્દીઓ સાથે વાત કરતાં સીએમ રૂપાણી

આ ચારેય વ્યકિતઓએ પણ રાજ્ય સરકારની હોસ્પિટલોમાં તેમની સમયસરની જે શ્રેષ્ઠ સારવાર થઇ તે માટે સરકારનો અને સેવાકર્મી તબીબોનો હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. વિજયભાઇ રૂપાણી સી.એમ કોમન મેન તરીકે આગવી સંવેદના સાથે અવારનવાર સામાન્ય નાગરિકો, સમાજના વિવિધ તબક્કાના અદના આદમી-વ્યકિતઓ સાથે આવો સ્વજન ભાવ તેમની સાથે વાતચીત કરીને દાખવતાં રહે છે.

મુખ્યપ્રધાને કોરોના રોગની સારવાર બાદ હોસ્પિટલમાંથી સાજા થઇ રજા મળતાં પોતાના સ્વજનો-પરિવાર પાસે જઇ રહેલા રીટાબહેન, સુમિતિ સિંગ, ફિદા હુસૈન તેમજ શમ્માદ બેગમને સ્વસ્થ-તંદુરસ્ત જીવન સાથે સતર્ક રહેવાની અને દીર્ધાયુની શુભકામનાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details