ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્લોબલ પાટીદાર સમિટમાં CM રુપાણીના રાહુલ ગાંધી પર પ્રહાર - Chief Minister Vijay Rupani

ગાંધીનગર: પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આજે સતત બીજા વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પાટીદાર બિઝનેસ સમિટનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

patidar summit
પાટિદાર સમિટનું ઉદઘાટન

By

Published : Jan 3, 2020, 3:10 PM IST

આ પ્રસંગ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કૌશિક પટેલ અને પાટીદાર સમાજના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પત્રકારોને સંબોધન કરતાં સીએમ રૂપાણીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પર 'રાહુલ સાવરકર' વાળા નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું કે, 'વોટ બેંક માટે કોંગ્રેસ સાવ નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહી છે'.

ગ્લોબલ પાટીદાર સમિટમાં CM રુપાણીના રાહુલ ગાંધી પર પ્રહાર

ABOUT THE AUTHOR

...view details