ગાંધીનગર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મસ્તષ્કની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા. જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્ટીટ કરીને તેમના પિતાના નિધનની જાણકારી આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.
CM રૂપાણીએ આપી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ - દેશનું સર્વોચ્ચ સન્માન
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું છે. પ્રણવદાની વિદાય અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ ભારત રત્ન પ્રણવ મુખર્જીના અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિજય રૂપાણીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યક્તિત્વ ગણાવતા જણાવ્યું હતું કે, તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. જ્યારે પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રણવ મુખર્જીના મૃત્યુ બાદ સદગતના આત્માને પરમ શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. તેઓ ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમને 2019માં દેશનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.