ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીએ 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નું વેબ પોર્ટલ લોન્ચ કર્યું - Web portal launch

રાજ્યની મહિલાઓને આત્મનિર્ભરના માર્ગે વાળવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી હતી. તે ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તે માટે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતુ.

CM રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું
CM રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું

By

Published : Jan 6, 2021, 7:20 PM IST

  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે 44,854 મહિલા જૂથોની રચના થઇ
  • શહેરી ક્ષેત્રમાં મહિલા જૂથોને જૂથદીઠ 50 હજાર થી 1 લાખની સહાય
  • ગ્રામીણ ક્ષેત્રમાં જૂથદીઠ રૂપિયા 50 હજારની સહાય

ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે 44,854 મહિલા જૂથોની રચના થઇ છે. જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં જૂથદીઠ રૂપિયા 50 હજાર જ્યારે શહેરી ક્ષેત્રમાં મહિલા જૂથોને જૂથદીઠ 50 હજાર થી 1 લાખની સહાય-ધિરાણ અપાશે. પ્રત્યેક જૂથમાં 10 બહેનો મળી રાજ્યની 10 લાખ માતા-બહેનોને આત્મનિર્ભરતા-સ્વાવલંબનના માર્ગે વાળવાની પ્રતિબદ્ધતા સાકાર થશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ

રાજ્યની મહિલાઓને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તે માટે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેન્કો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

કયું છે વેબ પોર્ટલ

CM રૂપાણીએ કેબિનેટ બેઠકમાં આ વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 50 હજાર અને શહેરી ક્ષેત્રોમાં 50 હજાર એમ 1 લાખ મહિલા જૂથોની 10 લાખ માતા-બહેનોને જૂથ દીઠ રૂપિયા 1 લાખની સહાય પોતાના ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે. જોઇન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવીંગ જૂથની રચના કરીને આવા મહિલા ગૃપને નેશનલાઇઝડ બેન્ક, ખાનગી બેંકો, સહકારી બેંકો અને વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂપિયા 1 લાખનું ધિરાણ અપાશે.

યોજનાની તમામ માહિતી પોર્ટલ પર રહેશે

CM રૂપાણીએ લોન્ચ કરેલા વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે. આના પરિણામે યોજનામાં સહભાગી બેન્કોને તેમના કાર્યક્ષેત્રના મહિલા જૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેન્કો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે.

ટેકનોલોજીનો મહત્વ ઉપયોગ

CM વિજય રૂપાણીએ રાજ્ય વહિવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે. CM રૂપાણીએ 17 સપ્ટેમ્બર-2020ના રોજ રાજ્યની મહિલા શક્તિની આર્થિક ઉન્નતિની માટે ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

યોજનાનો અમલીકરણ અને લાભાર્થીઓ

આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે 65 અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ 124 જેટલી સહકારી તેમજ અન્ય બેન્ક મળી 189 સંસ્થાઓ સાથે MOU અત્યાર સુધી કરેલા છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજ્યભરમાં 44,854 જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ છે. પરિણામે રાજ્યની આવી 4 લાખ 48 હજાર માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details