ગાંધીનગરઃ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારના રોજ તમામ મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ શહેરો અને નગરોમાં હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે માટેની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.
શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી - Ahmedabad Hospital
અમદાવાદ શહેરમાં હોસ્પિટલમાં લાગેલી આગના કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના તમામ શહેરો અને નગરોમાં આવેલી હોસ્પિટલ કોમર્શિયલ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે માટે સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.
![શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી શ્રેય અગ્નિ કાંડ : CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:09:51:1596793191-gj-gnr-08-guj-policy-cm-photo-story-7204846-07082020150545-0708f-01440-425.jpg)
શ્રેય અગ્નિ કાંડ : CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ અને તપાસ કરવા તથા બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગર અને નગરોના સત્તાતંત્ર અને આપવામાં આવી છે. ઉપરાંત જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયરસેફ્ટી સહિતની વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે તેવી પણ સૂચના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે.
Last Updated : Aug 11, 2020, 2:23 PM IST