ગુજરાત

gujarat

ETV Bharat / state

નવી દિલ્હીમાં CM રૂપાણીએ કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે યોજી બેઠક, ખેડૂતો હિતકારી બાબતો પર કરી વિશેષ ચર્ચા - PARTH JANI

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક પુર્ણ થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી બાબતો પર ચર્ચાઓ કરી હતી. આ ચર્ચામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુ હાજર રહ્યા હતા.

meeting

By

Published : Jun 15, 2019, 5:12 PM IST

કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે થયેલા બેઠકમાં કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતના ખેડૂતોને પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.

નવી દિલ્હીમાં CM રૂપાણીએ કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે યોજી બેઠક

આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે રૂપાણીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવામાં આવશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે. સાથે જ આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના 30 જૂન, 2019 સુધી લંબાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details