CM રૂપાણીએ કરી આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત, 2 ટકા લેખે લોન અપાશે
ગુજરાતમાં લોકોડાઉનના કારણે અનેક વેપારી, રોજગાર અને ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે ગુજરાતના નાના વેપારીઓ, રોજગારો અને ધંધાને ફરીથી પગભર કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી છે. જેનાથી 10 લાખથી વધુ લોકોને લાભ મળશે.
ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે કેન્દ્ર સરકારે ગઈકાલે કરેલી જાહેરાત બાદ આજે ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા પણ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના નાના મોટા વેપારી સહિત કુલ 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. ફક્ત હરાજીના આધારે 1 લાખ સુધીની લોન આપવામાં આવશે. જેનો વાર્ષિક વ્યાજદર ફક્ત બે ટકા જ લાગશે. જ્યારે બાકીનું 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત છ મહિના સુધી કોઈ પણ વ્યાજ લાગશે નહીં. આમ, ત્રણ વર્ષની મર્યાદામાં એક લાખ સુધીની લોન નાના વેપારીઓને આપવામાં આવશે. ઉપરાંત 3 વર્ષના ગાળામાં રાજ્ય સરકાર કુલ 18 ટકા લેખે વ્યાજની ચૂકવણી કરશે.