રાજકોટ અમદાવાદ વચ્ચે જાહેર થયેલા કોરિડોર અંગે વધુ વિગતો સામે આવી છે, જેમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના અને બીજા શહેરોની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે.
અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે. 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા હતાં. જે 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર 3 કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્ષે 50 લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી, બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર થતાં લાખો-કરોડો લોકોને આ પ્રોજેક્ટનાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.
હવે 2 કલાકમાં જ અમદાવાદથી રાજકોટ: 11,300 કરોડના સ્પેશિયલ રેલ કોરિડોર બનશે - અમદાવાદ ન્યુઝ
ગાંધીનગર: અમદાવાદથી રાજકોટ બસ, ટ્રેન કે કાર લઈને જઈએ તો પણ 4 કલાકનો સમયગાળો થાય છે. પણ હવે જે રીતે સમય લોકો માટે કિંમતી બની રહ્યો છે તેવી જ રીતે હવે સરકારે પણ લોકોનો સમય મુસાફરીમાં ન જાય તે માટે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ માટે સ્પેશિયલ રેલ્વે કોરિડોરની જાહેરાત કરી છે, જેમાં ફક્ત 2 કલાકના સમયમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે અને તે જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. સરકાર અમદાવાદ-મુબંઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેક્ટ માટે 11300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી 30 વર્ષ સુધી 2300 ડાઈરેક્ટ અને 7300 ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે.