ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાતમાં પાણી બાબતે સરકારે શું લીધો નિર્ણય જાણો..

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના 135 ગામોના ખેડૂતો-પશુપાલકો-ગ્રામજનોને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાનો નિર્ણય (Decision to deliver irrigation water)કર્યો છે. પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ લોકલાગણી અને માંગણીનો સકારાત્મક ઉકેલ શોધ્યો છે અને આંદોલનને પ્રાથમિક તબક્કે થોભી દેવાનો પ્રયત્ન કર્યો છે.

ઉત્તર ગુજરાતમાં પાણી બાબતે સરકારે શું લીધો નિર્ણય જાણો..
ઉત્તર ગુજરાતમાં પાણી બાબતે સરકારે શું લીધો નિર્ણય જાણો..

By

Published : Jun 21, 2022, 3:41 PM IST

ગાંધીનગર:રાજયમાં છેલ્લા 2 દિવસથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે પાણી મુદ્દે રવિવારે શાબ્દિક યુદ્ધ થયું હતું. સોમવારે વડગામની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાણીની માંગ (Water problem in Gujarat )કરવામાં આવી હતી ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના 135 ગામોના ખેડૂતો-પશુપાલકો-ગ્રામજનોને પીવાના અને સિંચાઇના પાણી (drinking water and irrigation water)પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.

અન્ય ક્યાં લીધા નિર્ણય -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ હેતુસર સુજલામ-સુફલામ યોજના( Sujalam Sufalam scheme )અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે, આ ઉપરાંત ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ 191.71 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે.

આ પણ વાંચોઃપાટણમાં મેવાણીએ ભાજપ અને RSS પર પ્રહારો કરવામાં કહ્યું કંઇક એવું કે...

વડગામ માટે લેવાયો નિર્ણય -ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપૂર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેમાં ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે. રાજ્યના બહુધા વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવાના હેતુથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યપ્રધાન પદ તરીકેના કાર્યકાળ દરમ્યાન 2004 માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત 14 પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી 12 પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે.

આ પણ વાંચોઃપઢાઈ, કમાઈ, દવાઈના મુદ્દાઓ પર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડીશુંઃ જીગ્નેશ મેવાણી

બાકીના કામોને પણ મંજૂરી -મુખ્યપ્રધાને બાકી રહેલી 300 ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી 78 કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે 1566.25 કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે, મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા 100 ક્યુસેકની વહન ક્ષમતા વાળી 33 કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ 191.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના 73 ગામોના 156 તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે, આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના 33 ગામોના 96 તળાવો ભરવામાં આવશે.

વડગામના તળાવો પાણીથી ભરાશે -ડીંડરોલ-મુકતેશ્વર જળાશય માટે 33 કિ.મી ની ઉદવહન પાઇપ લાઇન યોજના માટે 191.97 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપતાં વડગામ તાલુકાના 24 ગામોના 33 તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે, આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના 9 તળાવો જોડાશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની 20 હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે, ભૂગર્ભ જળ સ્તર પણ સતત ઊંડા જતા અને રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પશુઓ માટે પણ પાણી ન મળવું એ ચિંતાનો વિષય હતો.

ABOUT THE AUTHOR

...view details