ગાંધીનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન ( The then CM Narendra Modi ) તરીકે તેઓ સત્તા ઉપર હતા ત્યારથી જ નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના( Hindu Panchang calculation ) દિવસે ગાંધીનગરના પંચદેવ મંદિરના દર્શને આવતા હોય છે. ત્યારબાદ મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો આનંદીબેન પટેલ, વિજય રૂપાણી પણ પંચદેવના મંદિરે દર્શન ( Panchdev temple in Gandhinagar ) કરવા આવ્યા હતાં. ત્યારે હવે છેલ્લા બે વર્ષથી દિવાળી અને બેસતા વર્ષમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એ આ કાર્યક્રમ પ્રણાલી યથાવત રાખી છે. તેઓએે આજે બેસતા વર્ષનો ( Vikram Samvant 2079 New Year ) નવા વર્ષનો દિવસ પંચદેવ મંદિરના દર્શન ( Panchdev temple in Gandhinagar ) કરીને પ્રારંભ કર્યો હતો.
તમામ નાગરિકોને શુભેચ્છાઓરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પંચદેવના દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ નાગરિકોને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ ( CM Bhupendra Patel Wished People of Gujarat ) છે. આવનારું વર્ષ આનંદદાયી મંગલમય તમામ લોકો માટે નીવડે તેવી શુભેચ્છાઓ પણ મીડિયા થકી ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને શુભેચ્છા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવી હતી.