CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે ગાંધીનગર:ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 જાન્યુઆરીમાં યોજાવા જઈ રહી છે. તેને રાજ્ય સરકાર દ્વારા તેને લઈને તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટેશન ધ્યાનમાં લઈને રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જાપાનને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે.
હાઈડ્રોજન કંપનીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નરશ્રી કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલિગેશને યામાનાશી ગવર્નર સાથે ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રતિનિધિ મંડળે આ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને વિશેષતાઓ જાણી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, સેલિંગ અને સર્વિસિંગ પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. જ્યારે યામાનાશી હાઈડ્રોજન કંપનીએ આ ડેમોન્સ્ટ્રશન સહિત ગ્રીન હાઈડ્રોજનમાં અન્ય ઈનિશિયેટિવ્ઝથી આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા તૈયારીઓ દર્શાવી છે.
વાયબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ આપ્યું:સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન, નેશનલ ઇલેક્ટ્રીક મોબિલિટી મિશન પ્લાન, 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઇમિશનના લક્ષ્યાંક, જેવી જે પહેલો થઈ છે તેની વિગતો આપી હતી. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો 100 ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકની અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની જાણકારી આપી હતી. રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા, નવા રોકાણો માટે વાયબ્રન્ટ સમિટ 2024માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું.
- નેશનલ મિલ્ક ડે: અમુલ હવે બાયો CNG બનાવવા તરફ આગળ વધશે
- કચ્છ ન્યૂઝ: ગુજરાત BSFના IG અભિષેક પાઠકે કચ્છના રણમાં આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડરની કરી સમીક્ષા મુલાકાત