ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસથી બચવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન (Vaccination Campaign in Gujarat) પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હવે આજથી સમગ્ર દેશમાં 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે ગુજરાતમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળ નિવાસની પાછળ આવેલા બ્રીજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના રસીકરણની (CM Bhupendra Patel Initiated Vaccination) શરૂઆત કરાવી હતી.
આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 12 થી 14 વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાવી રાજ્યમાં 22 લાખ બાળકો -રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 થી 14 વર્ષની (Vaccination of Children from 12 to 14 years) વય જૂથના કુલ 22 લાખ હજાર જેટલા બાળકોને રસી વિતરણ કરવામાં આવશે. જ્યારે આજે ગાંધીનગરની બોરીજ ગામની પ્રાથમિક શાળામાં કુલ 311 જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે 12 થી 14 વર્ષની વયના બાળકોને રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
કોર્બેવેક્ષ નામની રસી અપાઈ રહી છે -રાજ્યના આરોગ્ય વિભાગ પાસે બાકી 14 વર્ષની વયના બાળકોને રસીકરણ માટે કેન્દ્ર (Children's Vaccination Center) સરકારના જણાવ્યા પ્રમાણે કોર્બેવેક્ષ નામની રસી (Vaccine Called Corbevex) આપવામાં આવ્યું રહી છે જેમાં ગુજરાત પાસે કુલ 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે. અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ રસીને 2 થી 8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બાળકોને આપવામાં આવશે. જ્યારે રાજ્યમાં આ કામગીરી આશરે 2000થી વધુ રસીકરણ કેન્દ્ર ઉપર કરવામાં આવી છે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું હતું -ગાંધીનગરના બોરીજ પ્રાથમિક શાળામાં રસીકરણનો પ્રારંભ કર્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 16 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રસીકરણની (Vaccination of children by the Central Government) પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને તબક્કાવાર આજથી હવે રાજ્યમાં અને સમગ્ર દેશમાં 12 થી 14 વર્ષના વયના બાળકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં કુલ 10,41,20,838 ડોઝ -22 લાખ જેટલા બાળકોને ગુજરાતમાં રસીકરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 15 થી 17 વર્ષ સુધીમાં અત્યાર સુધી કુલ 3041204 બાળકોને પ્રથમ ડોઝ, 2186283 બાળકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે આજ સુધી (Vaccination of Children) રાજ્યમાં કુલ 10,41,20,838 ડોઝ આપવામાં આવ્યા છે.