ગુજરાત

gujarat

ETV Bharat / state

Diwali 2023: મુખ્યુપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, જનતાને પાઠવી શુભકામના - ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે નવા વર્ષે લોકો પોતાના ઈષ્ટ દેવના દર્શન કરીને લોકો સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિર દર્શન કરીને દિવસની શરૂઆત કરી હતી.

મુખ્યુપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કર્યા
મુખ્યુપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કર્યા

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 1:19 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિર દર્શન જઈને પૂજા અર્ચના થી કર્યો હતો, મુખ્યમંત્રીએ ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના કરી હતી અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધા પૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીની શુભકામના: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હૃદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે , આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ માં ભારત દેશને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની પ્રેરણથી નૂતન વર્ષ પછીના જ દિવસે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતી થી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકો ને અપીલ કરી હતી.

ઈષ્ટદેવના કર્યા દર્શન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓ એ મુખ્ય મંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું તેમને શુભકામનાઓ પાઠવી હતી.

સ્નેહ મિલન કાર્યક્રમ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્યાર બાદ મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન , મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો ,પદાધિકારીઓ એ પણ મુખ્યમંત્રી સાથે નૂતન વર્ષાભિનંદન કર્યા હતા.

  1. Diwali 2023: નૂતન વર્ષાભિનંદન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ
  2. Diwali 2023: દરેકને સાથે રાખીને વિકાસનો સંકલ્પ કરીએ અને વડીલોના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી નવા વર્ષની શુભકામનાઓઃ ભુપેન્દ્ર પટેલ

ABOUT THE AUTHOR

...view details