ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ - Russia Ukraine Crisis

યુક્રેન રશિયા વચ્ચે જંગને લઈને ગુજરાતના લોકો માટે રાહતના (Gujarat Students In Ukraine) સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે યુક્રેનથી ગુજરાતના વિદ્યાર્થીઓને વતનમાં (Gujarat Students Return from Ukraine) પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ
Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ

By

Published : Feb 26, 2022, 7:52 AM IST

Updated : Feb 26, 2022, 8:24 AM IST

ગાંધીનગર : છેલ્લા બે દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia Ukraine War 2022) ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત અને દેશના અનેક વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો યુક્રેનમાં ફસાયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક હેલ્પલાઈન નંબર શરૂ કરીને તમામ નાગરિકો કે જેઓ યુક્રેનમાં ફસાયા છે. તેની વિગતો લેવામાં આવી હતી. જે હવે કેન્દ્ર સરકાર દ્વારા એર ઇન્ડિયાની એક ખાસ ફ્લાઇટની મદદથી 300 લોકોને 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે લાવવામાં આવશે.

ગુજરાતના 100 વિદ્યાર્થીઓ આવશે પરત

આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત છે કે, યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓમાં ગુજરાતના (Gujarati Students In Ukraine) 16 જેટલા યુવાનો ખાસ વિમાન દ્વારા હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માન્ય હતો. જ્યારે આ સમગ્ર જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી થકી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃSurat Students In Ukraine : યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

રાજ્ય સરકારે શરૂ કર્યું છે ડેટા સેન્ટર

રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ખાસ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા (Russia Ukraine Crisis) લોકોની માહિતી માટે પરિવારજનો ફોન કરીને યુક્રેનમાં કયા સિટીમાં ફસાયા છે, તેની પરિસ્થિતિ કેવી છે, અને તેમના ફોન નંબર પણ લેવામાં આવી રહ્યા છે. તેમજ આ તમામ ડેટા કેન્દ્ર સરકારના અને એમ બેસીને આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે 100થી વધુ કોલ એક જ દિવસમાં ગુજરાત સરકારને પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો:Gujarat Control Room: યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કન્ટ્રોલ રૂમમાં અત્યાર સુધી 78 ફોન આવ્યા

અધિકારીઓને સોંપાઈ જવાબદારી

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુ જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચનારા વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને ખાસ (Gujarat Students Return from Ukraine) જવાબદારી સોંપવામાં આવી છે.

Last Updated : Feb 26, 2022, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details