ગુજરાત પોલીસની કામગીરીને વખાણી ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રેન્જ આઈજી, પોલીસ કમિશનર, તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકોને વીઆઈપી કલ્ચર દૂર રાખીને કાયદો તમામ લોકો માટે સમાન છે અને આરોપી કોઈ પણ હોય તે તમામ સાથે એક જ જેવું વર્તન કરવામાં આવે તેવી કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
દરેક વસ્તુમાં ક્રાઈમ અને ક્રાઈમને જોવાની દ્રષ્ટિ બદલો : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ક્રાઈમ કોન્ફરન્સના શરૂઆતમાં સ્પીચમાં સિનિયર પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો છે, રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં. ગુનો - ક્રાઈમ કર્યો હોય એટલે સજા આપવાનો રવૈયો આપણે ત્યાં છે પરંતુ ગુનેગારને સુધરવાનો અવકાશ રહે તેવી સમાજમાં ઉદાહરણરુપ કામગીરીની પણ પોલીસ દળ પાસે અપેક્ષા છે.
રાજ્યની સુરક્ષા અને શાંતિ પોલીસ તંત્રની એકસૂત્રતાને આભારી છે. રાજ્ય સરકાર આ ક્રાઈમ કોન્ફરન્સ થકી અનેક નવા પ્રયાસો કરવા જઈ રહી છે. પ્રથમવાર એવું બન્યું છે કે આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ શહેરોના તમામ ડીસીપી અને ગૃહ વિભાગના વડાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યનું પોલીસતંત્ર સાયબર ગુનાઓ, આધાર સ્કેમ, મહિલાઓ પરના અત્યાચાર જેવા અનેક ગુનાઓ અને સમાજ વિરોધી કૃત્યોને ડામવા સારી કામગીરી કરી છે. અત્યાર સુધીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં પોક્સોના કેસમાં 11 કેસમાં ગણતરીના દિવસોમાં ફાંસી , 68ને આજીવન કેદ આપવામાં આવી છે..હર્ષ સંઘવી (રાજ્ય ગૃહપ્રધાન)
પોલીસ કોમ્યુનિટી પોર્ટલ લોન્ચ : સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’નું પણ લોન્ચિંગ કર્યું હતું. જેમાં નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય તે માટે દર બે માસે પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ/ચોકી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ સમુદાયના ઓછામાં-ઓછા 20 નાગરિકો સાથે બેઠક કરી “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અન્વયે ચર્ચા કરી બેઠકને લગતી વિગતો અને બેઠકના મુદ્દા તથા થયેલી ચર્ચાની મીનીટ્સ નોટ્સ તૈયાર કરી આ પોર્ટલ પર અપલોડ કરાશે.
ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ નીતિ : સીએમ ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સથી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા પોલીસતંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પોલીસ અધિકારીઓને સીએમે એવી પણ ટકોર કરી હતી કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે.
- Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબીસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે
- Gujarat Police Action : ગુજરાત પોલીસ અપરાધ વિરોધી કાર્યવાહીમાં અગ્રેસર, 2789 વોન્ટેડ આરોપીઓને દબોચ્યા
- Gandhinagar News : ગુજરાતમાં 1,02,429 ફેક વેબસાઈટ અને એકાઉન્ટ બંધ થયા, ન્યૂડ કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ કપાયું