ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય પ્રધાનઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય પ્રધાનોના સુઝાવ સાંભળ્યા હતા. (New variant corona case in Gujarat)
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક આરોગ્ય પ્રધાન શુું કહ્યુંઆરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rishikesh Patel) આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, ત્યારે કોઈએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે. તે વધારીને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે. (new variant of covid)
હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાશે પ્રધાને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી તારીખ 27મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાશે. જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓક્સિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL ઉપર મુકવામાં આવશે. (new variant of covid symptoms)
આ પણ વાંચોકોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ
ઇન્ટરનેશનલ એરપોર્ટ પરઆરોગ્ય પ્રધાન પટેલે કહ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર 2 ટકા રેન્ડમ ચેક કરવામાં આવશે. તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે. (new variant of covid 19)
1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત પ્રધાન પટેલે જણાવ્યું હતું કે, તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ 4 કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર–2022માં કુલ ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિટલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રિકવર થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક 10,000 ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે. (corona cases today)
આ પણ વાંચોચીનમાં કોરોના કેસ વધતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં, શું વ્યવસ્થાઓ થઇ રહી છે જાણો
વેક્સિનના ડોઝ આરોગ્ય પ્રધાને ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે, જેને કોરોના વેક્સિનના (coronavirus bf 7) બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે. તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. રાજ્યમાં વખતો વખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે. કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જનતાને આરોગ્ય પ્રધાને પટેલે અનુરોધ કર્યો હતો. (High level meeting of CM regarding Corona)