ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો - આત્મનિર્ભર ભારત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં (CM Bhupendra Patel in Ahmedabad )જીસીસીઆઈ (Chamber of Commerce and Industries)ના એક મહત્ત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સનદી અધિકારીઓ દ્વારા લખાયેલા પુસ્તકોના વિમોચન નિમિત્તે તેમણે પીએમ નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના વિચારોને યાદ (PM Narendra Modi Ideas of Good Governance) કરાવ્યાં હતાં.

CM Bhupendra Patel in Ahmedabad :  પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો
CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો

By

Published : Jan 21, 2023, 10:03 PM IST

ગાંધીનગરસીએમ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ :અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઓડિટોરિયમ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા નીતિ આયોગના વાઈસ ચેરમેન ડૉ. સુમન બેરીના હસ્તે વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા તથા નાણા પંચના પૂર્વ ચેરમેન ડૉ. એન.કે. સિંહ લિખિત ‘રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ’ તથા ડૉ. કિરીટ શેલત, ડૉ. ઓડેમેરી મ્બુયા અને ડૉ. સુરેશ આચાર્ય દ્વારા લિખિત પુસ્તક ‘એનર્જી સિક્યુરિટીઃ આત્મનિર્ભર ભારત રોડ મેપ – 2022-2047’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતાં.

આ પણ વાંચો Pavagadh Mahakali Temple : 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે

ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ : આ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિકાસની ઇમારત પંચશક્તિના પાયા પર રચેલી છે અને આજે દેશને એ દિશામાં જ આગળ વધારી રહ્યા છે. જળશક્તિ, ઊર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને જનશક્તિ થકી જ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની યાત્રા સફળ બનાવી શકાશે. વડાપ્રધાનના સ્વરાજથી સુરાજ્ય- ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ આ પુસ્તકોમાં ઝીલાયું છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં જીસીસીઆઈના એક મહત્ત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. વરિષ્ઠ સનદી અધિકારીઓ દ્વારા લખાયેલા પુસ્તકોના વિમોચન નિમિત્તે તેમણે પીએમ નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના વિચારોને યાદ કરાવ્યાં હતાં. તેમણે ‘રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ’ અને ‘એનર્જી સિક્યોરિટી આત્મનિર્ભર ભારત રોડમેપ-2022-2047’ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

G20ની યજમાની બદલાયેલી તસવીરનું પરિણામ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનો કોઈપણ દેશ આજે ભારતને અવગણી શકે એમ નથી. નરેન્દ્રના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. ભારત G20ની યજમાની કરી રહ્યું છે, આ આપણા દેશની બદલાયેલી તસવીરનું પરિણામ છે.

પણ વાંચો GMC raised taxes: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્ષ 50 ટકા અને ટ્રાન્સફર ફીમાં 100 ટકાનો વધારો કર્યો

અમૃતકાળમાં પ્રગટ થયેલાં આ પુસ્તકો વાંચવા અને વિચારવા પ્રેરે એવાં : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક નારો નથી, પરંતુ દેશની ક્ષમતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાનશ્રીએ દેશની ક્ષમતાને જાણી છે. દેશની ક્ષમતાઓને રિકેલિબ્રેટ કરવાનો આ સમય છે. એનર્જી સિક્યુરિટી અંગેનું કિરીટભાઈ શેલત અને અન્ય તજજ્ઞોએ લખેલું પુસ્તક એ ઊર્જા સુરક્ષાનો રોડ મેપ પૂરો પાડે છે. અમૃતકાળમાં પ્રગટ થયેલાં આ પુસ્તકો વાંચવા અને વિચારવા પ્રેરે એવાં છે.

આઝાદી પછીનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિચારોને પીએમ મોદીના વિચારોના પ્રતિબિંબ ગણાવવા સાથે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે સરકારોએ દેશ ચલાવવા નહીં, પરંતુ દેશ બદલવા માટે કાર્ય કરવું જોઈએ. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. દેશના આરોગ્ય તંત્રથી લઈને કરમાળખામાં ધરખમ ફેરફારો આવ્યા છે. આઝાદી પછીનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીએસટી સ્વરૂપે શક્ય બન્યું છે.

સનદી અધિકારીઓના જ્ઞાન અને અનુભવનો નિચોડ : તેમણે જણાવ્યું હતું કે અનુભવી સનદી અધિકારીઓના જ્ઞાન અને અનુભવનો નિચોડ આ પુસ્તકમાં છે. દેશને વિશ્વ ગુરુ બનાવવામાં આ પુસ્તકો દિશાદર્શન પૂરું પાડશે. ઊર્જા અને ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે દીર્ઘદ્રષ્ટા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં એકતરફ ચારણકામાં સોલર પ્લાન્ટ નખાયો હતો તો બીજી તરફ એશિયામાં સૌપ્રથમ ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો.

48 કલાકમાં બંને પુસ્તકોનો અભ્યાસ :પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે માત્ર 48 કલાકમાં મેં આ બંને પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. વિવિધ ક્ષેત્રોના ટ્રાન્સફોર્મેશન અને વિકાસ માટે આ પુસ્તકો માર્ગદર્શન પૂરું પાડે તેવાં છે. ગ્રાસ રૂટ રિકેલિબ્રેશન સામે અનેક પડકારો છે પરંતુ વરિષ્ઠ સનદી અધિકારીઓના અનુભવ અને જ્ઞાન થકી આ પુસ્તકમાં આપણને પ્રેરણા અને શીખ મળી રહે છે. નીતિ નિર્ધારકો માટે આ પુસ્તકો એક મૂલ્યવાન સંદર્ભ ગ્રંથો બની રહેશે તેવો મને વિશ્વાસ છે. આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આપણે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવું જોઈશે તથા રિન્યુએબલ એનર્જીના સ્રોતોને વિકસાવવા જોઈશે. આ પુસ્તકો પોલીસી રિફોર્મ માટે પણ માર્ગદર્શન પૂરું પાડે છે.

મહાનુભાવોએ કરી મીમાંસા :આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.પી. સિંહ, નીતિ આયોગના ઉપપ્રમુખ ડૉ. સુમન બેરી, નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, એનર્જી સિક્યુરિટીના સહલેખક ડૉ. સુરેશ આચાર્ય, વન અને પર્યાવરણના અધિક સચિવ અરુણ સોલંકી, પૂર્વ અધિક સચિવ પી કે પરમાર, જીસીસીઆઈના પ્રમુખ પ્રતીક પટવારી સહિતના મહાનુભાવોએ આ બન્ને પુસ્તકો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે એનસીસીએસડી, જીસીસીઆઈના અધિકારીઓ-પદાધિકારીઓ તથા ઉચ્ચ સનદી અધિકારીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details