- સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ
- એન.ડી.આર.એફ. ની ટિમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી
- સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ
ગાંધીનગર: છેલ્લા 2 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ અને તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે રાજકોટ અને જામનગર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે અને એરફોર્સ દ્વારા 45થી વધુ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની હવાઈ નિરીક્ષણ કરશે સાથે જ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરશે.
આ પણ વાંચો:નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા
ભારે વરસાદ ના કારણે રસ્તાઓ બંધ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 18 જેટલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 20 જેટલા અન્ય માર્ગ પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પંચાયત માલની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 162 જેટલા પંચાયતમાં એક નેશનલ હાઈવે કે જામનગરનો હાઇવે છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. આમ કુલ 201 જેટલા રસ્તાઓ સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યા છે. જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં state highway 11 અન્ય માર્ગો 22 પંચાયત માર્ગો સહિત કુલ 39 જેટલા માર્ગો બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે જામનગરમાં 4 state highway 2 અન્ય માર્ગ પંચાયતના 31 માર્ગો નેશનલ હાઈવે એક સહિત કુલ 38 જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે.