ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્લ્ડ કપ 2023 ફાઈનલની તૈયારીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે રીવ્યૂ બેઠક યોજી, સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મેળવી - CM Bhupendra Patel conducted a comprehensive

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે આ અંગે રીવ્યુ બેઠક યોજી હતી.

CM Bhupendra Patel conducted a comprehensive review of security-sanitation-traffic management etc. during the World Cup cricket final match by holding a high-level meeting.
CM Bhupendra Patel conducted a comprehensive review of security-sanitation-traffic management etc. during the World Cup cricket final match by holding a high-level meeting.

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 6:49 PM IST

ગાંધીનગર:રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે પીએમ નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રીવ્યૂ બેઠક યોજી

સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મેળવી: સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

પરફોર્મન્સનું આયોજન:મુખ્યમંત્રીએ અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી. મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો.

4500 થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત: પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત 4500 થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.

  1. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ જોવા પીએમ મોદી આવશે અમદાવાદ
  2. વાયુસેનાનો 'એર શો' વધારશે વર્લ્ડ કપની ફાઈનલની શાન, 5 ફાઇટર જેટ દ્વારા ફાઈનલ મેચ પહેલા પ્રદર્શન

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details