ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં ખેડૂતો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 206 જળાશયોમાં પાણીનો જથ્થો આરક્ષીત રખાયો છે, વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. પાંચ તબક્કામાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે.

ખેડૂતોને અપાશે સિંચાઈનું પાણી
ખેડૂતોને અપાશે સિંચાઈનું પાણી

By

Published : May 31, 2023, 8:46 PM IST

Updated : May 31, 2023, 9:28 PM IST

ખેડૂતોને અપાશે સિંચાઈનું પાણી

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ કેબિનેટ બેઠકમાં સુજલામ સુફલામ યોજનાની કામગીરી એજ્યુકેશન અંતર્ગત એડમિશનની પ્રક્રિયા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે અંગદાન માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં મે મહિનામાં થયેલ અંગદાન બાબતે પણ વિસ્તૃત ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ હતી.

23,860 કાર્યો પૂર્ણ થયા:સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે 31મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે. 104 દિવસમાં કુલ 12,70,000 જેટલા માનવદિનની રોજગારી મળી છે. ચેકડેમ રીપેરીંગ 80:20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

ખેડૂતોને અપાશે સિંચાઈનું પાણી: રાજ્યના નર્મદા યોજના સિવાયના મહત્વના 206 જળાશયોમાં 26 મે 2023સુધીમાં આશરે 2 લાખ મિલીયન ઘનફુટ ઉપરાંત જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મી મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે.

19 અંગદાન, 58 લોકોને નવું જીવન: અંગદાન બાબતે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસથી આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.

RTEમાં પાન કાર્ડ ફરજીયાત કરાયા: જેમાં ઋષિકેસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે RTE એક્ટ – 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ માટેની ઉપલબ્ધ 82 હજારથી વધુ જગ્યાઓ સામે 98 હજારથી વધુ અરજીઓ મળી હતી. RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા. આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.

  1. RTE Admission: RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ, બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ - ઋષિકેશ પટેલ
  2. Gujarat Cabinet Meeting: રથયાત્રા, પ્રી મોન્સૂન સાથે સુજલામ સુફલામ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે
  3. Gujarat Cabinet meeting: ગુજરાત સરકાર બનાવશે વિકાસનો રોડ મેપ, 2033 સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર થશે
Last Updated : May 31, 2023, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details