ગાંધીનગર :રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં કેબિનેટ બેઠકનું (Cabinet meeting Discussion in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચાની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા પાલિતાણા કમિટી બાબતે પ્રાથમિક તબક્કે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ચોમાસાની અત્યારે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલા ચેકડેમ. જે 25 વર્ષ જૂના હશે, તેની મરમ્મત કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.(CM Bhupendra Patel chaired Cabinet meeting)
વેક્સીનના એક પણ ડોઝ બગાડ થયો નથીરાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારથી જે એવા સમાચાર અને અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ગુજરાતમાં રસીના ડોઝનો બગાડ કરવામાં આવ્યો છે, ત્યારે તે બાબતે પણ સ્પષ્ટતા કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આવો કોઈ પણ પ્રકારનો રસીના ડોઝનો બગાડ કરવામાં આવ્યો નથી. જ્યારે એક નેઝલમાંથી 4 વ્યક્તિને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
25 વર્ષ જુના ચેક ડેમની મરમ્મત કરવામાં આવશેગુજરાત રાજ્યમાં પાણીના (old check dam Repair) બચાવ માટે અને પાણીનું સ્થળ શું થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ગુજરાતમાં જેટલા પણ છે અને જેની મદદ કરવાની જરૂર છે તે તમામ ચેકડેમ ની મદદ કરવામાં આવશે અને આ બાબતે વિભાગ પાસેથી ડેટા પણ મંગાવવામાં આવ્યો છે, ત્યારે 25 વર્ષ કે તેથી જૂના ચેકડેમની મરમ્મત (old check dam Repair) કરીને વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તેનું આયોજન પણ આજની કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે. (Decision on check dam in cabinet meeting)