મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સૂચનાનું પાલન કરતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર :ગુજરાતમાં ઉનાળાના સિઝનની શરૂઆત થઈ રહી છે. દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરબીનો પારો ઉપર વધી રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સચિવાલયમાં તમામ પ્રધાનોને પોતાની ઓફિસમાં જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી લાઈટનો ઉપયોગ નહીં કરવા માટેની અપીલ કરી હતી. આ સૂચના ફક્ત સચિવાલય ભુજથી જ આપવામાં આવી હતી, ત્યારે હવે આ સૂચનાનો અનુકરણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન હસ્તકની તમામ ઓફિસોમાં સત્તાવાર રીતે પરિપત્ર ઇસ્યુ કરીને વીજ બચાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ શુ કર્યું સૂચન : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, વીજ બચાવો એ તમામ નાગરિકની જવાબદારી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પટેલે પણ વીજ બચાવવા માટેની અપીલ કરી છે. તેમની અપીલને ધ્યાનમાં લઈને જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરને પણ આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેથી પ્રિન્સિપલ કમિશનરની સૂચનાથી ગાંધીનગરને તમામ કાર્યાલયમાં વીજ બચાવવા માટેની સૂચના આપવામાં આવશે. જ્યાં જરૂર ના હોય ત્યાં તમામ જગ્યાએ ઓછામાં ઓછી વીજળીનો ઉપયોગ થાય તે માટેની સૂચના પણ તમામ ઓફિસમાં અને ચેમ્બરમાં આપવામાં આવશે.
આ પણ વાંચો :Vadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ
ઉનાળામાં વીજ વપરાશમાં વધારો થાય છે :ગત બજેટ સત્રમાં રાજ્યના ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ પણ વીજ બાબતે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, ઉનાળાની સીઝન દરમિયાન વીજ વપરાશમાં વધારો થાય છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલ, મે અને જૂન, જુલાઈ માસમાં ભારે ગરમીના કારણે વીજનો ઉપયોગ વધે છે. તેમજ સામાન્ય રીતે ગુજરાતમાં 1,700 મેગા વોટ વીજળીનો સપ્લાય થાય છે, પરંતુ ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને આવી જ સપ્લાય વધીને 2200 મેગાવોટ સુધી પહોંચે છે.
આ પણ વાંચો :CM Bhupendra Patel: શા માટે મુખ્યપ્રધાને પોતાના પ્રધાનમંડળને વીજળી બચાવવા આદેશ કર્યા?
ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદી :વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર કેટલી વીજળી કેટલા ભાવે ખરીદી કરે છે. જેમાં રાજ્ય સરકાર વર્ષ 2019-20માં 8,819 મિલિયન યુનિટ 4.86 રૂપિયાના ભાવે ખરીદી હતી. વર્ષ 2020-21માં રાજ્ય સરકારે 8,266 મિલિયન યુનિટ વીજળી 4.85 રુપિયાના ભાવે ખરીદી હતી. જુલાઈ 2021 સુધીમાં રાજ્ય સરકારે 4,331 મિલિયન યુનિટ વીજળી 4.20 રૂપિયાના ભાવે ખરીદી હતી. આમ સરેરાશ રાજ્યમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ પાસેથી સરેરાશ 8 હજાર મિલિયન યુનિટ કરતાં વધુ વીજળીની ખરીદી કરે છે. ત્યારે ગુજરાતની આઠ કોર્પોરેશનમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ એવી પ્રથમ કોર્પોરેશન છે. જેણે વીજ બચાવ માટેની કામગીરીની શરૂઆત કરી છે.