ગાંધીનગરઃ જ્યાં સંક્રમણ વધુ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે લૉક ડાઉન દરમિયાન આપેલી છૂટછાટ રદ કરી શકાય છે તે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે. પોલીસ પર સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયાં છે.અગાઉ કહ્યું છે કે, ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ મુસાફરી કરતાં હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાશે. સંકમિત વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાની આદત પાડે : DGP - Gujarat Police
કોરોનાના સંક્રમણને રોકવા માટે નાગરિકો અવરજવર ઓછી કરે અને કામ વગર ઘરની બહાર ન નીકળે તથા એકબીજા સાથેનો સંપર્ક પણ ઓછો કરે તે જરૂરી છે. જ્યાં સંક્રમણ વધુ છે તેવા ગ્રીન ઝોનવાળા વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો જાગૃત બનીને લૉક ડાઉનનો ચુસ્ત અમલ કરી ઘરમાં જ રહી તકેદારી રાખે તે જરૂરી છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 306 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9,795 ગુના દાખલ કરીને 19,153 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 74 ગુના નોંધીને 84 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી 1,908 ગુના નોંધી 2,892 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે 27 ગુનામાં ૩૩ લોકોની જ્યારે આજસુધીમાં 361 ગુનાઓ દાખલ કરીને 591 લોકોની અટકાયત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં 19 અને અત્યારસુધીમાં કુલ 544 ગુના દાખલ કરીને 1124 આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે 14 એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ 496 એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે 133 જ્યારે કુલ 1234 અને 54 જ્યારે કુલ 650 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે 28 તેમજ કુલ 456 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે.