ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહનોની નંબર પ્લેટ માટે ચોઇસ નંબરના ભાવમાં થશે વધારો, સરકારે તૈયારીઓ શરૂ કરી

ગુજરાત રાજ્યમાં વાહનચાલકોને પોતાના મનપસંદ નંબર જોઈતો હોય તો અમુક ફિક્સ કરેલી રકમ આરટીઓમાં જમા કરાવી પડે છે અને ત્યારબાદ જ એ નંબર આરટીઓમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ હવે વાહનચાલકો ઉપર વધુ બોજ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ચોઈસ નંબરના રકમમાં વધારો કરે તેવી તૈયારીઓ છે.

cx
xs

By

Published : Jan 19, 2021, 1:17 PM IST

  • રાજ્ય સરકાર ચોઇસ નંબર પ્લેટના ભાવમાં કરશે વધારો
  • સરકારે ભાવ વધારવાની કરી તૈયારીઓ
  • પ્રથમ તબક્કાનો ડ્રાફ્ટ કરાયો તૈયાર
  • 50 ટકા જેટલા ભાવમાં થશે શકે છે વધારો

    ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વાહનચાલકોને પોતાના મનપસંદ નંબર જોઈતો હોય તો અમુક ફિક્સ કરેલી રકમ આરટીઓમાં જમા કરાવી પડે છે અને ત્યારબાદ જ એ નંબર આરટીઓમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ હવે વાહનચાલકો ઉપર વધુ બોજ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ચોઈસ નંબરના રકમમાં વધારો કરે તેવી તૈયારીઓ છે.


    સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો

    સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં વાહનોના નંબર પ્લેટ કે જેમાં પોતાની મનપસંદ નંબર મેળવવા વાહનચાલકોએ ઓનલાઇન અરજી કરવાની હોય છે. હવે આ ઓનલાઇન અરજીની ફી માં રાજ્ય સરકાર વધારો કરે તેવી શક્યતાઓ સેવાય રહી છે. જે અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક ડ્રાફ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે રાજ્યપાલને પણ મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે આગામી સમયમાં નક્કી કરેલ વધારાની રકમનો ડ્રાફ્ટ વિધાનસભા ગૃહમાં પસાર પણ થશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આપણે હાલના ભાવ જાણીએ..

    ● 2 વ્હીલર માટે ચોઇસ નંબર ભાવ (વર્તમાન સમયના રેટ)

રેગ્યુલર નંબર 1000

સિલ્વર નંબર 2000

ગોલ્ડન નંબર 5000

● 4 વ્હીલર માટેની રકમ

રેગ્યુલર નંબર 5000

સિલ્વર નંબર 10,000

ગોલ્ડન નંબર 25,000



50 ટકાનો ભાવમાં થઈ શકે છે વધારો

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોઈસ નંબર માટે ભાવમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે વર્તમાન સમયની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યારે જ ચોઈસ નંબર લેવામાં લોકોને ઓછો ઉત્સાહ હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે અગાઉ પણ અનેક નંબરો અનેક આરટીઓમાં ખાલી હોય તેવી પણ માહિતી સામે આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શોભા વધારવામાં આવશે તો વધુ નંબરો ખાલી રહેવાની શક્યતાઓ પણ છે.

ABOUT THE AUTHOR

...view details