- CM રૂપાણીની ઉપસ્થતિમાં ગણવેશ વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો
- રાજ્યના તમામ જિલ્લામાં ગણવેશ વિતરણ કરાયા
- 54 હજાર આંગણવાડી કેન્દ્રોમાં ગણવેશ અપાયા
ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ વિભાગ(Department of Women and Child Development)અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના તમામ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. રાજ્યના અનેક જિલ્લામાં આ યોજના અંતર્ગત ગણવેશ વિતરણ કાર્યક્રમો યોજાયા હતો. ગાંધીનગર જિલ્લામાં મહેસુલ પ્રધાન અને બીજેપી ગાંધીનગરના પ્રભારી કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સમિતિ ખંડમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચોઃGyansetu books : વલસાડ જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં શરૂ કરાયું વિતરણ
હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં વેબ લિંક દ્વારા એક સાથે પાંચ લાખ લોકો જોડાતા રોકોર્ડ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત ગાંધી જંયતિ-2020 નિમિતે યોજાયેલા હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં વેબ લિંક દ્વારા એક સાથે પાંચ લાખ લોકો જોડાયા હતા. તે રેકોર્ડ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં આયોજીત કરાયું હતું. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યપ્રધાનને અર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ આ ગૌરવ સિદ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.
આ પણ વાંચોઃઆંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને મુખ્યપ્રધાનના હસ્તે ગણવેશ કરાશે વિતરણ