ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયું - given a 6-month extension to Anil Mukim

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ 31 ઓગસ્ટના દિવસે પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને એક્સ્ટેંશન મળે તે માટેની દરખાસ્ત કરી હતી જેમાં અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયું
રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયું

By

Published : Aug 17, 2020, 10:04 PM IST

ગાંધીનગર: મળતી માહિતી પ્રમાણે અનિલ મુકિમનો કાર્યકાળ 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનિલ મુકીમના અનુભવનો વધુ ઉપયોગ કરી શકાય અને લોકડાઉનના મહત્વના દિવસો દરમિયાન અનિલ મુકિમે પોતાની આગવી ફરજ નિભાવી છે ત્યારે કોરોનાના કપરા કાળમાં અને અત્યારે વિપરીત પરિસ્થિતિમાં અનિલ મુકિના અનુભવનો ફાયદો મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં અનિલ મુકિમને વધુ 6 મહિનાના એક્સ્ટેન્શનની દરખાસ્ત કરી હતી. જેમાં કેન્દ્ર સરકારે દરખાસ્ત સ્વીકારીને રાજયના મુખ્યસચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપી દેવામાં આવ્યું છે.

આમ, જે રીતે લોકડાઉન દરમિયાન ડીજીપી તરીકે શિવાનંદ ઝાને 3 મહિનાનું એકસ્ટેનશન આપવામાં આવ્યું હતું, તેવી જ રીતે હવે મુખ્યસચિવ અનિલ મુકિમને એક્સ્ટનશન આપવામાં આવ્યું છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details