ગુજરાત

gujarat

ETV Bharat / state

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023""નો પ્રારંભ

CM ભૂપેન્દ્ર પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ-ગાંધીનગર ખાતે "સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023"નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રિ-વાઈબ્રન્ટ ઇવેન્‍ટ તરીકે આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડશે તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે.

સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023 નો પ્રારંભ
સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023 નો પ્રારંભ

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 5:01 PM IST

Updated : Dec 7, 2023, 8:01 PM IST

"સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023""નો પ્રારંભ

ગાંધીનગર:રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રિ-ઇવેન્ટ તરીકે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્‍જલ નેટવર્ક્સના વિચારોના આદાન-પ્રદાનના એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે આ કોન્ક્લેવ ગુજરાતને દેશ વિદેશ સાથે જોડતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ તરીકે યોજાઈ રહી છે.

i-Hubની કોફી ટેબલ બૂક અને હેકથોન રિપોર્ટ લોન્ચ: મુખ્યમંત્રીના હસ્તે "ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023"ના વિજેતાઓને એવોર્ડ - પ્રમાણપત્ર તેમજ "ઇન્વેસ્ટર્સ પિચ"ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ i-Hubની કોફી ટેબલ બૂક અને હેકથોન રિપોર્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023 નો પ્રારંભ

"યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્‍સને વાસ્તવિક સ્વરૂપ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે. વડાપ્રધાને 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે." - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023 નો પ્રારંભ

ગુજરાત ત્રણવાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતે 2016માં સ્ટાર્ટઅપ પોલિસી લાગુ કરી હતી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની સફળતાને પગલે SSIP ૨.૦થી 500 કરોડના પ્રાવધાન સાથે રાજ્યના યુવાછાત્રોના નવાચાર-ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ રાજ્ય સરકારે આપ્યું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરી છે. ગુજરાત આ સકારાત્મક પ્રયાસોના પરિણામ સ્વરૂપે સ્ટાર્ટઅપ રેન્‍કિંગમાં સતત ત્રણવાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું છે.

આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી સુવર્ણ અને ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજીટાઇઝેશન અને ટેકનોલોજીના વિશેષ મહત્વ આપ્યું છે. જેના પરિણામે વર્ષ 2014થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ અને ડિજીટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિ રહી છે. એક સમયે કન્ઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા 9 વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં શરુ કરેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ આજે દેશમાં ટેલેન્ટ પુલ કરવાનું કામ કરી રહી છે. આઝાદીના સુવર્ણકાળ એટલે કે વર્ષ 2047 સુધીમાં સ્કીલ યુવાનોનું યોગદાન નયા ભારત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેપિટલ માર્કેટ, રીયલ એસ્ટેટ પછી હવે આઇડિયામાં ઇનવેસ્ટ કરવાનો સમય આવ્યો છે. - રાજીવ ચંદ્રશેખર, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી

મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે ભારતના GDP દરમાં સતત થઈ રહેલા વધારામાં સ્ટાર્ટઅપનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતના અને દેશના સ્ટાર્ટઅપને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર પૂરતું પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. પરિણામે આજે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સતત વિકસી રહી છે. સાથે જ સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેટર્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સ્ટાર્ટઅપ કોન્કલેવ અંતર્ગત ૨૫૦થી વધુ સ્ટાર્ટઅપ દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવી રહ્યા છે, જે યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને પ્રેરણા આપશે.

  1. ભાજપ સરકારની શિક્ષણનીતિને લઇ કોંગ્રેસના પ્રહાર, કહ્યું ' વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઇ રહ્યું છે '
  2. PMJAY-MA યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા
Last Updated : Dec 7, 2023, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details