- સીએમ રૂપાણીએ વિવેક ઓબેરોય સાથે કરી મુલાકાત
- વિવેક ઓબેરોયે રાજ્યના અંતરિયાળ વિસ્તારોના યુવાનો સુધી કોચિંગ આપવાની તૈયારી દર્શાવી
- ઝિંદાલ ગ્રુપે ગુજરાતમાં પોર્ટ સેક્ટરમાં રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગનો બિઝનેસનો વ્યાપ વધે તથા રાજ્યના યુવાનોને સારું ઓનલાઈન કોચિંગ પ્રાપ્ત થાય તે માટે સોમવારના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્વની બેઠક યોજી હતી. જેમાં બોલિવૂડના એક્ટર અને મહારાષ્ટ્રના બિઝનેસમેન વિવેક ઓબેરોય સાથે બેઠક યોજી હતી. જ્યારે બીજી બેઠક ઝિંદાલ ગ્રુપના ચેરમેન સાજન ઝિંદાલ સાથે કરી હતી.
શુભેચ્છા મુલાકાતમાં દિવ્યાંગો માટે કરાઈ ચર્ચા
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં લીધી હતી. CM રૂપાણી સાથે વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે વિશદ પરામર્શ કર્યો હતો. ગુજરાતમાં ટોય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઇનોવેશનથી ટોય ઇન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી.