ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. આ એકટની જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક 14% લેખે વૃધ્ધિને આધારે તા.01 જુલાઈ 2017 થી 30 જૂન 2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. જેમાં આજે કેન્દ્ર સરકારે 9021 કરોડ ગુજરાત સરકારે આપ્યા છે.
મુખ્યપ્રધાન પટેલે આભાર માન્યો:ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે 9021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને આજે ફાળવી આપી છે. જે બાબતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ કે, "ગુજરાત સરકારને જીએસટી વળતર પેટે આજરોજ ₹ 9020.70 કરોડ ફાળવવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનનો આભાર વ્યક્ત કરું છું."
13 માર્ચ 2023 ગૃહનો રિપોર્ટમાં 21,672 કરોડ બાકી:વિધાનસભા ગૃહમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકાર પાસે જીએસટી ની કેટલી રકમ બાકી છે તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે 31 જાન્યુઆરી 2022 સુધીમાં 21,672 કરોડ રૂપિયા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે. એક ફેબ્રુઆરી 2021 થી 31 જાન્યુઆરી 2022 માટે 21,672.90 કરોડ અને એક ફેબ્રુઆરી 2022 થી 30 6 2022 માટે 7137.50 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના થાય છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2022 ના દિવસે 3,364 અને 24 નવેમ્બર 2022 ના દિવસે 855.73 કરોડ રૂપિયા આપ્યા છે.
કુલ કેટલી બાકી તે સરકારે ના જણાવ્યું :કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે જીએસટી કેટલા રૂપિયા લેવાના નીકળે છે તે સ્પષ્ટપણે ગૃહમાં જણાવ્યું ન હતું પરંતુ જે રકમ વળતર તરીકે મળેલ નથી તેની સામે લોન પેટે રાજય સરકારને 15,036.85 કરોડ મળેલ છે જેની વ્યાજ સહિતની ચૂંટણી કેન્દ્ર સરકાર શેસ ફંડ માંથી કરશે.
- Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ
- Rajkot Crime: ઈદમાં વતન જવાની માથાકૂટમાં પત્નીને મારી નાખી, હત્યા બાદ યુપી ભાગેલા પતિને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો