ગુજરાત

gujarat

ETV Bharat / state

Semicon India 2023 : સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગજગતની પાયાની જરૂરિયાત- મુખ્યપ્રધાન

ગાંધીનગરમાં સેમિકોન ઈન્‍ડિયા 2023 ત્રિદિવસીય કોન્‍ફરન્‍સ ચાલી રહી છે. ત્યારે આજે સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર યુત જેફરી ચુને મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનિય છે કે, સિમટેક હોલ્ડીંગ્સ સેમિકન્‍ડક્ટર્સ અને કોમ્યુનિકેશન ઉપકરણો માટે વિવિધ પ્રકારના પ્રિન્‍ટેડ સર્કીટ બોર્ડ્સ-PCBs નું ઉત્પાદન કરે છે.

સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત- મુખ્યપ્રધાન
સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત- મુખ્યપ્રધાન

By

Published : Jul 28, 2023, 9:03 PM IST

ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેમિકોન ઈન્‍ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર યુત જેફરી ચુને મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુત જેફરી સેમિકોન ઈન્‍ડિયા 2023 ની ત્રિદિવસીય કોન્‍ફરન્‍સમાં ભાગ ગાંધીનગર આવેલા છે. તેમણે આ કોન્‍ફરન્‍સમાં જોડાવાનું આમંત્રણ આપવા બદલ ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્તવપૂર્ણ બેઠક : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્તે ઉદઘાટિત થયેલી સેમિકોન ઈન્‍ડિયા 2023 ઇવેન્ટ ગાંધીનગરમાં ચાલી રહી છે. ત્યારે વિવિધ ક્ષેત્રની કંપની, ઉદ્યોગકારો અને નિષ્ણાંત આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ તકે યુત જેફરી ચુન અને મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની બેઠક થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે આ બેઠક દરમિયાનની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગજગતની પાયાની જરૂરિયાત છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉપલબ્ધિ : મુખ્યપ્રધાને વાતચીત દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ દિશામાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ગુજરાતને તેની પ્રથમ શરૂઆતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે ગૌરવની વાત છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ, લોજિસ્ટિક ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર તથા સક્રિય સહયોગને પરિણામે વિશ્વભરમાંથી ગુજરાતમાં ઉદ્યોગો-રોકાણો આવતા રહ્યાં છે. આવા ઉદ્યોગોને કોઈ તકલીફ પડતી નથી તેવો રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે.

PCB પ્રોડક્ટનું પ્રદર્શન :આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા અને પરામર્શ થયા હતા. જેમાં સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડ ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રોનિકલ કોમ્પોનન્ટ સેમિકન્ડક્ટરના સપ્લાય ચેઈન માટે એપ્લાય કરેલું છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારની IT પોલીસીના ઇન્સેન્ટીવ્ઝ તેમને મળવાપાત્ર છે. મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ જેફરી ચુને પોતાની PCB પ્રોડક્ટનું ડેમોન્‍સ્ટ્રેશન પણ કર્યું હતું. સેમિકોન ઈન્‍ડિયા 2023 ની સફળતાને પગલે ગુજરાતમાં સેમિકન્‍ડક્ટર ઈન્‍ડસ્ટ્રી માટેની ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થશે એમ પણ જેફરી યુતે બેઠકમાં જણાવ્યું હતું.

સિમટેક હોલ્ડીંગ્સ લિમિટેડ :1987 માં સ્થપાયેલી સિમટેક હોલ્ડીંગ્સ સેમિકન્‍ડક્ટર્સ અને કોમ્યુનિકેશન ઉપકરણો માટે વિવિધ પ્રકારના પ્રિન્‍ટેડ સર્કીટ બોર્ડ્સ-PCBs નું ઉત્પાદન કરે છે. માઈક્રોન ટેકનોલોજીના સપ્લાય ચેઈન પાર્ટનર તરીકે કાર્યરત સિમટેકનું હેડ ક્રાર્ટર સાઉથ કોરિયામાં સ્થિત છે. વિશ્વભરમાં ૩ હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની તાઈવાન, ચીન, જાપાન, સિંગાપોર અને US માં પણ પોતાનો વ્યવસાયિક કારોબાર ધરાવે છે. ઉપરાંત સેમસંગ, ઈન્‍ટેલ કોર્પોરેશન, વેસ્ટર્ન ડિજીટલ અને સોની જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ તેના મુખ્ય ગ્રાહકો છે.

  1. Semicon India 2023 : ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે : મુખ્યપ્રધાન
  2. PM Modi Gujarat Visit: PM મોદી આજે ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પ્રદર્શનનું ઉદઘાટન કરશે, મંત્રીઓ સાથે ભોજનનું આયોજન

ABOUT THE AUTHOR

...view details