ગાંધીનગર :દર બુધવારે સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આજે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવની શપથવિધિ હોવાના કારણે મુખ્યપ્રધાન ગુજરાતમાં હાજર ન રહેતા કેબિનેટ બેઠક સાંજે 5:00 કલાકે યોજવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો હવે વાઇબ્રન્ટ ગુજરાતને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં કાર્યક્રમને લઈને ખાસ અંતિમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદેશી જે ડેલિકેટ આવશે તેને કઈ રીતે તેમની વ્યવસ્થા કરવી તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલ સાંજે 5:00 કલાકે યોજશે કેબિનેટ બેઠક, મધ્યપ્રદેશના CMના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હોવાથી કાર્યક્રમમાં ફેરફાર - મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે. ત્યારે મધ્ય પ્રદેશ ના નવનિયુક્ત મુખ્યપ્રધાન મોહન યાદવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજ રોજ તેમનો શપથવિધિ સમારોહ યોજાઇ રહ્યો છે. આ શપથવિધિના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે અને સાંજે 5:00 કલાકે કેબિનેટ બેઠક યોજશે.
Published : Dec 13, 2023, 11:55 AM IST
|Updated : Dec 13, 2023, 12:10 PM IST
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ :લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં ફરીથી 26 બેઠક જીતવા માટે ભાજપ પક્ષ એડીચોટીનું જોર લગાવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ડિસેમ્બરના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવીને સુરતના એરપોર્ટના એક્સટેન્શન અને ડાયમંડ બ્રુજનું પણ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે. સાથે જ રાજકોટના એમ્સ હોસ્પિટલનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરના અંત સુધીમાં લોકાર્પણ કરે તેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકાર્પણના કામોની પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે.
મહેસુલ બાબતે ચર્ચા :ભુપેન્દ્ર પટેલ મહેસુલ વિભાગનો પણ મહત્વનો હવાલો ધરાવે છે. ત્યારે કેબિનેટ બેઠકમાં મહેસુલ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમીનને લઈને પડતર પ્રશ્નો સરકારી યોજનાઓ અને સરકારી જમીન બાબતે પણ ખાસ ચર્ચા થઈ શકે છે.