અમદાવાદ :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસેથી પરત ફર્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, સીએમ અને ગુજરાત ડેલિગેશન જાપાન અને સિંગાપોરના ઉદ્યોગપતિઓને અને પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રણ આપવાના હેતુથી વિદેશ પ્રવાસે હતા.
જાપાન-સિંગાપોરના પ્રવાસથી પરત ફરતા મુખ્યપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત - ગુજરાત ડેલિગેશન જાપાન અને સિંગાપોર પ્રવાસ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશન જાપાન અને સિંગાપોરના સાત દિવસીય પ્રવાસ પરથી પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થતા રાજ્ય સરકારના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Published : Dec 3, 2023, 10:17 AM IST
સીએમનું અમદાવાદ ખાતે સ્વાગત : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશન જાપાન અને સિંગાપોર પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પરત ફર્યા છે. સીએમ અને ગુજરાત ડેલિગેશનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જગદીશ વિશ્વકર્મા, મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, સચિવ અવંતિકા સિંહ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત અમદાવાદ જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાન સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળના સભ્યોને આવકાર્યા હતા.
જાપાન-સિંગાપોર પ્રવાસ : ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાન ગુજરાત ડેલિગેશન સાથે 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરના સાત દિવસના પ્રવાસ પર હતા. જાપાન 2009 થી આ વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. ત્યારે આગામી 10 મા એડિશનમાં પણ જાપાનના સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવા 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ આયોજિત કરાયો હતો.