ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodra news: વિકાસના પંથે વડોદરા, શહેરને રૂ.૭૨૨ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી

વડોદરા શહેરને ૭૨૨ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૫૪૦ કરોડ રૂપિયા ખર્ચે નિર્માણ કરાયેલા ૧૮ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ૧૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૫૦ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ ૭૨૨ કરોર રૂપિયા જનસુવિધા અને જનસુખાકારીના ૬૮ પ્રકલ્પોની ભેટ શહેરીજનોને આપી હતી.

વિકાસના પંથે વડોદરા
વિકાસના પંથે વડોદરા

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 11:50 AM IST

વડોદરા:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. જે અંતર્ગત વડોદરા શહેરને રૂ.૭૨૨ કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૫૪૦ કરોડ રૂપિયા ખર્ચે નિર્માણ કરાયેલા ૧૮ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ૧૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૫૦ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ ૭૨૨ કરોર રૂપિયા જનસુવિધા અને જનસુખાકારીના ૬૮ પ્રકલ્પોની ભેટ શહેરીજનોને આપી હતી. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઘનકચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યાં હતા.

ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર: આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે. મુખ્યંત્રી ઉમેર્યુ હતું કે, શહેરોને માત્ર પ્રાથમિક સુવિધાના વિકાસ કામો પૂરતા સીમિત ન રહેવા દેતાં ગુજરાતમાં સ્માર્ટ, સસ્ટેનેબલ, લીવેબલ માળખાકીય સુવિધાઓ આપી ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવામાં આવ્યો છે. દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે શહેરોને સ્માર્ટ, સસ્ટેનેબલ અને લિવેબલ શહેરો સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

અમે જે કામનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ: રાજ્ય અને દેશમાં વિકાસ અંગેની વાત કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસની ગતિ શું હોય, પ્રગતિ શું હોય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, સુરતમાં ડાયમંડ બુર્સ અને આંતરાષ્ટ્રીય ટર્મિનલ તેના ઉદાહરણો ગણાવ્યાં હતાં. વડાપ્રધાને સ્થાપિત કરેલ માપદંડોની પરિપાટીએ સરકાર કામ કરી રહી હોવાનો ભુપેન્દ્ર પટેલે દાવો કર્યો હતો. સીએમે કહ્યું કે, રાજ્ય સરકારનું એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે જેમાં વિકાસકામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં ન આવ્યા હોય. સીએમે ઉમેર્યુ હતું કે, અમે જે કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ, તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીએ છીએ તેવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. ભૂતકાળમાં તો વિકાસ કામોના ખાતમુહૂર્ત થવા બાદ દાયકાઓ સુધી પૂરા થતા નહોતા. ગમે તેમ કરી વિકાસ કામો અટકાવી, લટકાવી અને રવાડે ચઢાવી દેવામાં આવતા હતા. મુખ્યપ્રધાને એ પણ જણાવ્યું હતું કે, ગુજરાત રોજગારી સર્જન અને ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે, તેનું ચાલકબળ વાયબ્રન્ટ ગુજરાત છે, વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની શ્રુંખલાને કારણે ગુજરાત રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે.

વડોદરાને છ માસમાં મળી રૂ. ૧૦૭૨ કરોડના વિકાસકામોની ભેટ: વડોદરા શહેરને છેલ્લા છ માસના ટૂંકા સમયગાળામાં રૂ. ૧૦૭૨ કરોડના વિકાસકામોની ભેટ મળી છે, તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી અને જણાવ્યું કે, આ વડાપ્રધાન મોદીની વિકાસની રાજનીતિની ગેરેન્ટી છે. વડોદરાને વિકાસની ભૂખ છે, હવે આ કામો ગુણવત્તાયુક્ત થાય એની તકેદારી રાખવી પડશે, તેમ પણ તેમણે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે આગામી તા. ૨૫, ડિસેમ્બરના રોજ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી બાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતભરના શહેરો સ્માર્ટ, ગ્રિન અને મોર્ડર્ન સિટી બનવા આગેકૂચ કરી રહ્યા છે. આપણે રાજ્યમાં આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસ કરી મોસ્ટ લિવેબલ સિટી બનાવી રહ્યા છીએ. તે સુશાસન દર્શાવે છે.

  1. Gift city of Gandhinagar: ગિફ્ટ સિટીમાં એશિયાની સૌથી મોટી કંપની થશે કાર્યરત, CM ભુપેન્દ્ર પટેલે CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું કર્યુ ભૂમિપૂજન
  2. વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત હૈદરાબાદમાં સફળ રોડ શોનું આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details