જવાહર ચાવડાનું પ્રવાસન વિભાગ માટે કરેલી જોગવાઈ બાબતે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, પ્રવાસીઓની બાબતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 14 ટકા વૃદ્ધિ દર નોધાયેલો છે અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો પુરી પાડે છે. પ્રવાસનના વિકાસની ગતિને વેગવંતી બનાવવા માટે વર્ષ 2019-20માં ચાલુ બાબતો હેઠળ રૂ. 401 કરોડ અને નવી બાબતો હેઠળ રૂ. 71 કરોડ મળી કુલ રૂ. 472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત પ્રવાસન ક્ષેત્રે બજેટમાં મોટી ફાળવણી, અનેક નવી પરિયોજના અમલમાં આવશે - GNR
ગાંધીનગરઃ રાજ્ય સરકર દ્વારા 8 મહિનાનો પૂર્ણ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્રવાસન વિભગમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ બજેટ જોગવાઈઓમાં સુધારો વધારો કર્યો હતો.વર્ષ 2019-20ના બજેટમાં સમાવિષ્ટ નવી તેમજ ચાલુ વિવિધ બાબતો માટે કુલ 472 કરોડની જોગવાઈ કરવામાં આવિ.
GNR
વર્ષ 2019-20ના બજેટમાં પ્રવાસન વિભાગ માટે સરકારે કરેલી જોગવાઈ
- - પ્રવાસન સ્થળોની માળખાકીય સુવિધા વધારવા રૂ. 268 કરોડની જોગવાઈ
- - સીમા દર્શન - નડા બેટ માટે કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂ. 20 કરોડની જોગવાઈ
- - સાપુતારા ખાતે લેક, ગવર્નર હિલ - ઔષધી ગાર્ડન, પાર્કિંગ, જુના સંગ્રહાલયોના નવીનીકરણ માટે રૂ. 13 કરોડની જોગવાઈ
- - જૂનાગઢના ઉપરકોટ જીલ્લાના વિકાસ માટે રૂ. 7 કરોડની જોગવાઈ
- - સાસણ ગીર ખાતે પ્રવાસી સુવિધાના વિકાસ માટે રૂ. 5 કરોડની જોગવાઈ
- - સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના જીવન પર લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે રૂ. 12 કરોડની જોગવાઈ
- - રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પર 10 સ્થળોએ પ્રવાસીઓ માટે વે-સાઈડ એમેનિટીઝ ઊભી કરવા રૂ. 7 કરોડની જોગવાઈ
- - નવા ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે રૂ. 5 કરોડની જોગવાઈ
- - ઈકો ટુરિઝમ સ્થળના વિકાસ માટે રૂ. 2 કરોડની જોગવાઈ
- - ધોરડોના સફેદ રણમાં પ્રવાસન સુવિધાના વિકાસ માટે રૂ. 4 કરોડની જોગવાઈ
- - નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને દાંડી માર્ચ ટુરિઝમ સર્કિટ ખાતે સુવિધા ઊભી કરવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ
- - સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાકીય વિકાસ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રવાસનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેના અંતે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ બજેટ જોગવાઈઓમાં સુધારો વધારો કર્યો હતો.