ચંદ્રયાન 3ની સફળતા અને વિક્રમ સારાભાઈનું સંસ્મરણ ગાંધીનગર : ઈસરો દ્વારા ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ સફળ રહ્યું છે. ત્યારે આજે સવારે ઈસરો દ્વારા ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર માંથી રોવર બહાર નીકળ્યું છે અને ચંદ્ર પર ઈન્ડિયા વોક કરી રહ્યું હોવાનું ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુજરાત સરકારના વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂએ ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડીંગથી ભારત સહિત વિશ્વના તમામ દેશોને રસપ્રદ માહિતી મળશે, ઉપરાંત ચંદ્ર વિશેના રિસર્ચમાં વધુ વેગ આવશે.
ગુજરાતી નામ ચાંદ પર પહોંચ્યું : વર્ષ 2019માં ચંદ્રયાન 2 સોફ્ટ લેન્ડિંગ માં અસફળ રહ્યું હતું. ત્યારબાદ હવે ઈસરો દ્વારા 2023માં ફરી ચંદ્રયાન 3 છોડવામાં આવ્યું અને 23 ઓગસ્ટના રોજ સફળ લેન્ડિંગ પણ થયું, લેન્ડરને વિક્રમ નામ કેમ આપવામાં આવ્યું છે એ બાબતે વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ ગુજરાતની જમીનના, ગુજરાતી જ વૈજ્ઞાનિક છે અને તેઓ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓએ જ ઇન્ડિયન સ્પેસને આત્મનિર્ભર બનાવ્યું હતું અને એટલે જ તેમના નામથી અને તેમના 100 વર્ષીય જન્મ જયંતી નિમિત્તે 2019માં જ્યારે ચંદ્રયાન 2 છોડવામાં આવ્યું હતું ત્યારે જ લેન્ડરને વિક્રમનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે આજે અત્યારના સમયમાં આપણા કરતા વિક્રમ સારાભાઈ અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે જેઓએ ભારતીય સ્પેસને સાયકલથી લઈને સેટેલાઈટ સુધી ભારત દેશને પહોંચાડ્યો છે અને તેઓ પણ અત્યારે ખુશ હશે...નરોત્તમ સાહૂ (વૈજ્ઞાનિક)
વિક્રમ લેન્ડર કોમ્યુનિકેશન માટે મહત્વનું કેમ :નરોત્તમ સાહૂએ ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદ્રયાનમાંથી જ્યારે રોવર બહાર નિકળશે અને ચંદ્રની સપાટી પર ફરશે ત્યારે રોવર પ્રથમ માહિતી વિક્રમ લેન્ડર માહિતી આપશે. વિક્રમ લેન્ડર 100 કિલોમીટર ઉપર કેન્દ્ર ઓર્બિટરને રિપોર્ટ કરશે, ત્યારબાદ ઓર્બીટર સેટેલાઈટ રોવર અને વિક્રમ લેન્ડર તરફથી મળેલ માહિતી સ્પેસ સ્ટેશનમાં આપવામાં આપશે. આજ માહિતીને આધારે ઇસરોના વૈજ્ઞાનિકો પાણી, માટી, હવા, ભુકંપ બાબતે અલગ અલગ વૈજ્ઞાનિકો રિસર્ચ કરશે.
પ્રજ્ઞાન રોવર રિચાર્જ થશે : ચંદ્રયાન ત્રણના સોફ્ટ લેન્ડિંગ બાદ ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂએ ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન 3નું ખૂબ સારી રીતે સોફ્ટ લેન્ડિંગ રહ્યું છે. ત્યારે હવે ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે.24 કલાક પ્રજ્ઞાન રોવર રિચાર્જ થશે ત્યારબાદ રીસર્ચ શરૂ થશે
ચંદ્રયાન 3એ ચંદ્રના સાઉથ પોલમાં સોફ્ટ લેન્ડિંગ થયું છે. ત્યારે હવે રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ફંડામેન્ટલ રિસર્ચ શરૂ થશે. જેમાં ચંદ્ર પર પાણી, માટી, હવા રિસર્ચ શરૂ કરવામાં આવશે. જ્યારે ચંદ્ર પર કયા કયા કોમ્પોનેન્ટ્સ છે તે બાબતે પણ ભારતના વૈજ્ઞાનિકો રિસર્ચ કરશે. ઉપરાંત ચંદ્રના પાણીમાં હાઇડ્રોજન અને ઓકસીજન મળે તો પરર્મેટેશન કોમ્બિનેશન કરીને કયા કયા અલગ પ્રકાર કમ્પાઉન્ડ બનાવી શકાય તે તેનું સર્ચ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવશે. હવે રોવર 24 કલાક માટે સૌર ઊર્જાથી રિચાર્જ થશે ત્યારબાદ રિસર્ચની કામગીરી શરૂ થશે...નરોત્તમ સાહૂ (વૈજ્ઞાનિક)
ચંદ્રની જમીન સપાટ નથી : નરોત્તમ સાહૂએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રની જમીન બાબતે પણ ખાસ રિસર્ચ કરવામાં આવશે. જેમાં ચંદ્રમાંની જમીન એટલે કે ધરતીની પેટર્ન કેવા પ્રકારની છે. હાલમાં જે ચંદ્રયાન દ્વારા ફોટો મોકલવામાં આવ્યા છે તેમાં ધરતી ઉબડખાબડ છે. જેથી ચંદ્રની ધરતી પર કોઈ બાંધકામ કરવામાં આવે તો કેટલો સમય બાંધકામ રહી શકે, ભૂકંપની તીવ્રતા અને કેટલા સમયમાં જનરલી ધરતી ઉપર ભૂકંપના ઝાટકાઓ આવે છે તે તમામ બાબતનું રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા આવશે, જ્યારે આ તમામ માહિતી વિક્રમ લેન્ડર મારફતથી ઈસરો સુધી પહોંચશે.
સતત 14 દિવસ સુધી તપાસ થશે :નરોત્તમ સાહુએ વધુમાં જણાવ્યું હતું કે પૃથ્વી પર 24 કલાકનો એક દિવસ છે ત્યારે ચંદ્ર પર 14 દિવસનો એક દિવસ ગણવામાં આવે છે. 23 ઓગસ્ટના રોજ જ્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડીંગ થયું ત્યારે જ દિવસની શરૂઆત થઈ હતી ત્યારે હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બન્ને સતત 14 દિવસ સુધી ચંદ્રના અલગ અલગ એલિમેન્ટ્સ પર ખાસ રિસર્ચ કરીને માહિતી ઈસરો સુધી પહોંચાડશે.
હવે મંગળ, બુધ અને શુક્ર ગ્રહ પર થશે સર્ચ : ગુજરાતના વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂએ વધુમાં જણાવ્યું હતું ભારતીય સ્પેસ દ્વારા ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ત્યારે હવે ભારત ચંદ્ર પરથી છલાંગ મારીને મંગળ, બુધ અને શુક્ર ગ્રહ પર પણ ટૂંક સમયમાં રિસર્ચ શરૂ કરશે.
- CHANDRAYAAN PRAGYAN : ચંદ્રની સફર પર નીકળ્યો પ્રજ્ઞાન, જાણો તેના પર જ કેમ છે મિશનની સંપૂર્ણ જવાબદારી
- Chandrayaan 3: ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત બન્યો પ્રથમ દેશ
- Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3ની પૃથ્વીથી ચંદ્ર સુધીની અત્યાર સુધીની સફર કેવી રહી, જાણો