ગાંધીનગર :મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં આજે પ્રથમ કેબિનેટ બેઠકનું (first cabinet meeting) આયોજન થયું હતું. બેઠકની ચર્ચાની વાત કરવામાં આવે તો, રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજની પ્રથમ કેબિનેટ બેઠકમાં 100 દિવસથી લઈને 5 વર્ષ સુધીનો તબક્કા વાર આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં દ્વારકા કોરિડોર તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને આરોગ્યની સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં આરોગ્ય કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયાની જે મર્યાદા છે. તેને 10 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરવામાં આવશે. જ્યારે કેબિનેટ બેઠકમાં નક્કી કરેલ બ્લ્યુ પ્રિન્ટનું રિવ્યૂ દર 15 દિવસે કરવામાં આવશે. ઉપરાંત ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષે જે ઘોષણા કરી હતી. તે બાબતે સરકાર નિર્ણય લેશે.(CM Bhupendra Patel first cabinet meeting)
આ પણ વાંચોઃઅમદાવાદ ડબલ મર્ડર કેસ મામલે ખુલાસો,કમ્પાઉન્ડરએ હત્યા કરી હોવાનું કબૂલ્યું
પ્રધાનોને પોતાના કેબીનનના દરવાજા ખુલ્લા રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેમાં સોમવાર અને મંગળવારના દિવસે રજૂઆત કરવા આવનારા નાગરિકો માટે પ્રધાનોએ હોય ફરજિયાત સવારે 10:00 વાગ્યાથી હાજર રહેવું પડશે. પોતાના કેબિનના દરવાજા ખુલ્લા રાખવા પડશે. જ્યારે જ્યાં સુધી અંતિમ મુલાકાતે હોય ત્યાં સુધી શ્રદ્ધાનોએ પોતાની કેબિનમાં જ હાજર રહીને મુલાકાતીઓને સાંભળવા પડશે. સાથે જ મંગળવારના રોજ ધારાસભ્ય અને સાંસદ સભ્ય માટે સવારે 10:30 વાગ્યાથી બપોરના 02:30 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. જેથી ધારાસભ્ય અને સાંસદ સભ્ય પોતાની રજૂઆત શાંતિથી પ્રધાનોને કરી શકે. (cabinet meeting today)
દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ બાબતે ચર્ચા રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે દ્વારકા કોરીડોર પ્રોજેક્ટ બાબતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દ્વારકાનું મહત્વ ખુબ જ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા કોરીડોર (Dwarka Corridor Project) બનાવવાનો નિર્ણય કરવા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભગવાન કૃષ્ણની સૌથી મોટી પ્રતિમા, 3ડી ઇમેજિન સર્વિસ, કાલ્પનિક દુનિયાનો વાસ્તવિક અનુભવ, શ્રીમદ ભાગવત સહિતના પ્રોજેક્ટ કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂરો કરવામાં આવશે. આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સચિવ ની સમિતિ બનાવીને પ્રોજેક્ટ પર કામ કરશે.
આ પણ વાંચોઃહાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે
ફેમિલી કાર્ડ આપવામાં આવશે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ફેમિલી કાર્ડ બાબતની પણ જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના નાગરિકોને ફેમિલી કાર્ડ (Family Card)આપવામાં આવશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનામાં જે તે વ્યક્તિને લાભ મેળવવો હશે તે ફેમિલી કાર્ડ દ્વારા જ લાભ મેળવી શકશે. જેથી અન્ય લાભ મેળવવા માટે તેઓએ વધુમાં કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ છે આપવાના રહેશે નહીં. જેથી સરળતાથી અને ઓછા સમયમાં નાગરિકો સરકારના લાભ મેળવી શકશે. (cabinet meeting 2022)