ગુજરાત

gujarat

ETV Bharat / state

દીપડાની વસ્તી નિયંત્રણ કરવા કેન્દ્રની મંજૂરી લેવાશે, દીપડામાં રેડિયો કોલર મુકાશે - 18th Meeting of Gandhinagar State Wildlife Board

ગાંધીનગર: સચિવાલય ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં સરકારે વન વિભાગ અને પ્રાણીઓ માટે મહત્વના ચાર જેટલા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વર્તમાન સમયમાં દીપડા દ્વારા રેવન્યુ વિસ્તારમાં હુમલાની ઘટના સતત બનતી રહે છે. જેને લઈને દીપડાની સંખ્યા નિયંત્રણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવામાં આવશે.

panther
દીપડા

By

Published : Dec 12, 2019, 10:38 PM IST

Updated : Dec 13, 2019, 10:06 PM IST

જ્યારે રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે. ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે. તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આવા માનવ વસ્તીને રંજાડતા દીપડાઓનું હવેથી રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગની જરૂરી પરવાનગી મળતા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં જોવા મળતી અલભ્ય પક્ષી પ્રજાતિ ઘોરાડ અને ખડમૌરના સંવર્ધન માટે 'સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ' સેન્ટર PPP મોડ પર શરૂ કરવા અંગેના DPR, સ્થળ નિયત ત્વરાએ હાથ ધરવા પણ વન વિભાગને સૂચન કર્યુ હતું.

ખાસ કરીને કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું.

જ્યારે વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સેન્ટ્રલ એશિયાઇ ફલાય વેમાં આવતું રાજ્ય છે. તેથી યાયાવર પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. આ યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર તથા પવનચક્કીથી અકસ્માતે ઇજા ન થાય તે માટે સ્ટ્રેટજિક જગ્યાએ બર્ડ ડાર્યવટર લગાવવાની પ્રક્રિયા વન વિભાગ આગામી દિવસોમાં હાથ ધરવાનું છે.

આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં કહ્યું કે, 2020માં જ્યારે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાશે. ત્યારે વાઘની વસ્તી ગણતરીના જે નેશનલ પ્રોટોકોલ છે. તે અંતર્ગત ડિઝિટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી રાજ્યમાં હાથ ધરવામાં આવશે. આ હેતુસર આવા આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સના યુવા સ્ટાર્ટઅ૫સની સેવાઓ લેવા માટે પણ વનવિભાગને સૂચન કર્યુ હતું.

ગુજરાત એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે. સાથોસાથ બનાસકાંઠા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રીંછની વસ્તી વધુ છે. તેથી વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં રીંછની વધુ સંખ્યા ધરાવતા સ્થાનો પણ આવરી લેવાય તે માટે પ્રવાસન અને વનવિભાગને સંકલન સાધવા હિમાયત કરી હતી.

Last Updated : Dec 13, 2019, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details