ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં ફીટ ઈન્ડિયા અભિનયાન અંતર્ગત સાયકલ રેલી, રૂપાલા રહ્યાં હાજર - ગાંધીનગરમાં 150 ગાંધી જન્મજયંતીની ઉજવણી

ગાંધીનગરઃ શહેરમાં 150મી ગાંધી જન્મજયંતીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ફીટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત 1 ઓક્ટોબરે સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ અને શહેરના નાગરીકોએ 26 કિલોમીટર સુધી સાયકલ ચાલાવી હતી. આ રેલીમાં 6 વાર વર્લ્ડ રેકોર્ડ બનાવનાર જીત ત્રીવેદી આકર્ષણનું કેન્દ્ર હતો. કેમ કે, તેણે આ સાયકલ યાત્રામા આંખે પાટા બાંધીને સાયકલ ચલાવી હતી.

150મી ગાંધી જન્મજયંતીની ઉજવણી શરૂ, 26 કિલોમીટર સાયકલ રેલી યોજાઈ

By

Published : Oct 1, 2019, 12:30 PM IST

Updated : Oct 1, 2019, 3:22 PM IST

ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીને ખાસ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, ત્યારે ફીટ ઈન્ડિયાની થીમને કેન્દ્રમાં રાખીને 1 ઓક્ટોબરે ગાંધીનગરમાં સાયકલ રેલી યોજાઈ હતી. જે ગાંધી મંદિરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધીના રૂટ પરથી નીકળી હતી.

આ રેલીને વિશેષ બનાવવા માટે 6 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનાર જીત ત્રિવેદીને પણ આમંત્રણ અપાયુ હતું. તેણે આંખે પાટા બાંધીને 26 કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી. તેમજ કેન્દ્રીય પ્રધાન પુુરુષોત્તમ રૂપાલાએ સાયકલ ચલાવીને લોકોને ફીટ રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ રેલીમાં ભાગ લેનારા જીત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'આ પહેલાં પણ તેણે આંખે બાંધીને એક્ટીવા ચલાવી હતી. આ કોઈ ચમત્કાર નથી. વિજ્ઞાન છે, જેનો તેણે કોર્સ કર્યો હતો. કોર્સમાં ઈન્દ્રીયો પર કાબૂ મેળવી અને બંધ આંખે વસ્તુ ઓળખતાં શીખ્યો હતો.'

150મી ગાંધી જન્મજયંતીની ઉજવણી શરૂ, 26 કિલોમીટર સાયકલ રેલી યોજાઈ

ઉલ્લેખનીય છે કે, જીત ત્રિવેદી India's Blindfolded Wonder Boy નામે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બંધ આંખે અનેક World Record બનાવ્યાં છે. કલર ઓળખવાથી શરૂ કરીને ID કાર્ડ રીડિંગ, બુક રીડિંગ, બંધ આંખે તે ચલણી નોટ કેટલાની છે તે પણ ઓળખી શકે છે. તેમજ મોબાઇલના મેસેજ વાંચવા ઉપરાંત રમતગમતમાં ચેસ, સ્કેટિંગ, cycle polo, ફૂટબોલ, રાઈફલ શુટિંગ વગેરે કામ બંધ આંખે કરે છે. તેણે લેહથી ખારડુંગલા આંખ બંધ કરીને 40 કિલોમીટર સ્કૂટર ચલાવ્યું (ખારડુંગલા દુનિયાનો સૌથી ઊંચો રસ્તો છે જે 18,380 feet ઉપર આવ્યો છે). હતું. એક મિનિટમાં આંખ બંધ કરીને 42 બોલ પકડવાનો વિશ્વ રેકોર્ડ અને 30 સેકન્ડમાં 35 ફુગ્ગા ફોડવાનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત એક મિનિટમાં આંખ બંધ કરીને 107 કાર્ડ વાચવાનો રેકોર્ડ કર્યો છે. સાથે જ બંધ આંખે 10 કિલોમીટર સ્કેટિંગનો રેકોર્ડ અને 5 બાસ્કેટબોલ ડ્રિબ્લિન્ગનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

રેલી અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ કહ્યું હતું કે, "મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે તેમના આદર્શ ઉપર ચાલવા માટે આ પ્રકારના કાર્યક્રમો થવા જરૂરી છે."

આમ, ફીટ ઈન્ડિયા અંતર્ગત યાજાયેલી આ સાયકલ રેલીમાં 'સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત’નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત અનેક ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Last Updated : Oct 1, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details