આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ગુજરાતના 14 વનબંધુ જિલ્લાના 28 સ્થળોએ ઉજવણી - આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટીના 14 જિલ્લાના 28 સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાના દાતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડીયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં 71 કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય, એકલવ્ય રેસિડેન્સીયલ શાળા સંકુલ અને સ્પોર્ટસ સંકુલના ઈ-લોકાર્પણ કર્યા હતા. આ સુવિધાઓનો અંદાજે 2700 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લાભ મળવાનો છે. છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ. 65 કરોડના ખર્ચે નિર્માણ થનારા શાળા નિવાસી શાળા સંકુલના ઈ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. 1860 વનબંધુ છાત્રોને આ સંકુલ નિર્માણથી શિક્ષણ સુવિધા ઘર આંગણે પ્રાપ્ત થશે.
ગાંધીનગરઃ પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે. ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું. અટલ બિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું. નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે.