ગુજરાત BSF હેડક્વાર્ટર ખાતે રાયઝીંગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકલિંગ, ક્રિકેટ મેચ, વોલીબોલ, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, બાળકો માટે રંગોળી અને કવીઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BSFના IG જી. એસ. મલિકને બોર્ડરની સુરક્ષાના મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં કહ્યું કે, ગુજરાત BSF બોર્ડર પર મહત્તમ ટેકનોલોજીના માધ્યમથી બોર્ડરની સુરક્ષા કરી રહી છે.UAV ડ્રોન મિશનમાં એરફોર્સને સાથે રાખી બોર્ડર પર બીએસએફ કામ કરી રહ્યું છે.
BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું - બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પ
ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પમાં 55માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. 1 ડિસેમ્બર 1965 બોર્ડર સિક્યુરીટી ફોર્સનો સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત હેડકોટર દ્વારા રાઇઝીગ ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 144 અને 63 બટાલીયન વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 144 બટાલીયને 2-0થી વિજય મેળવ્યો હતો. BSFના IG જીએસ મલિકે કહ્યું કે, રાઇઝિંગ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. પુરુષો માટે રસ્સાખેંચ, ક્રિકેટ, જ્યારે મહિલાઓ માટે કુકિંગ સહિતની સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

દેશની બોર્ડર ઉપર કેટલીક જગ્યાએ તાર ફેન્સીંગ નહી હોવાને લઈને તેમણે જણાવ્યું હતું કે,પંજાબ બીએસએફ ફ્રાંટિયર ખાતે લેસર તાર ફેન્સીંગના ચાલી રહેલા પાઇલોટ પ્રોજેકટ સફળ થશે, તો ગુજરાત બોર્ડર પર ભૌગોલિક વિસ્તારના આધારે જે વિસ્તારોમાં તાર ફેન્સીંગ નથી થયું ત્યા લેઝર ફેન્સીંગ સિસ્ટમ લગાવાશે. સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લીધો હતો. વધુ માહિતી આપતા કહ્યું કે,બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં 1895 સૈનિકો શહીદ થયા છે. જ્યારે પાંચ હજારથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે 232 સૈનિકોને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.