ગુજરાત

gujarat

ETV Bharat / state

Celebration Disability Day:રાજ્યમાં 4 હજાર બાળકોને UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે અને ક્લસ્ટરમાં રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવશે - દિવ્યાંગ બાળકોને વિવિધ સહાય

વિશ્વમાં 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી (Celebrating World Disability Day)કરવામાં આવે છે. ત્યારે આજે શિક્ષણ વિભાગના કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી (State level celebration of disability Day )કરવામાં આવી હતી.વિકલાંગોને સમાજમાં વિશેષ સન્માન મળે તેવા ઉદ્દેશ્યથી તેમને ‘દિવ્યાંગજન’ તરીકે સંબોધન કરીને વિશેષ ઓળખ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Chief Minister Bhupendra Patel) નેતૃત્વવાળી ગુજરાત સરકાર પણ દિવ્યાંગજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા તમામ લાભો(UID Card-Certificate of Disability), તેમના અધિકારો સમયસર મળી રહે જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.

Celebration Disability  Day:રાજ્યમાં 4 હજાર બાળકોને UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે અને ક્લસ્ટરમાં રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવશે
Celebration Disability Day:રાજ્યમાં 4 હજાર બાળકોને UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે અને ક્લસ્ટરમાં રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવશે

By

Published : Dec 3, 2021, 7:01 PM IST

  • ગાંધીનગર કમાન્ડ & કન્ટ્રોલ ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી
  • જીતુ વાઘાણીના હસ્તે વિવિધ દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય-ચેક વિતરણ
  • દિવ્યાંગ બાળકો સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ

ગાંધીનગર :વિશ્વમાં 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવસની ઉજવણી કરવામાં (Celebrating World Disability Day)આવે છે. ત્યારે આજે શિક્ષણ વિભાગના કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યનાશિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ(Education Minister Jitu Waghani) વિશ્વ દિવ્યાંગ દિવસની (Celebrating World Disability Day )ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ શિક્ષણ મેળવી સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.

બાળકોને વિવિધ સાધન સહાય તેમજ ચેક વિતરણ

ગાંધીનગર ખાતે આજે તારીખ 3 ડિસેમ્બર-વિશ્વ દિવ્યાંગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના (Education Minister Jitu Waghani)હસ્તે સર્વ શિક્ષા અભિયાનઅંતર્ગત વિવિધ દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વિકલાંગોને સમાજમાં વિશેષ સન્માન મળે તેવા ઉદ્દેશ્યથી તેમને ‘દિવ્યાંગજન’ તરીકે સંબોધન કરીને વિશેષ ઓળખ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) નેતૃત્વવાળી ગુજરાત સરકાર પણ દિવ્યાંગજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર(Paralyzed school children across the state ) દ્વારા અપાતા તમામ લાભો, તેમના અધિકારો સમયસર મળી રહે જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.

શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં દિવ્યાંગોને ખાસ અનામત

વાઘાણીએ વધુમાં જણાવ્યું કે ,રાજ્યભરની શાળાઓમાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી શકે તેવું વધુ સારુ વાતાવરણ ઉભું કરવું પડશે. દિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક હૂંફ મળી રહે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય છેક છેવાડાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેની વધુ ચિંતા કરવી પડશે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને અને તેમની સાથે જોડાયેલા શિક્ષકોને પણ ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહે તેની સતત ચિંતા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં પણ દિવ્યાંગોને ખાસ અનામત આપવામાં આવી છે.

સહાયની ચુકવણી કરાઈ

આ પ્રસંગે એલીમકો ઉજ્જૈન દ્વારા અસેસમેન્ટ કરેલ જુદીજુદી દિવ્યાંગતાવાળા રાજ્યભરના 24હજાર જેટલાં બાળકોને સાધન સહાય વિતરણ કરાયું હતું. જેના ભાગરૂપે પાંચ બાળકોને પ્રતિકરૂપે સાધન સહાય વિતરણ, પાંચ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ & એસ્કોર્ટ એલાઉન્સના રૂ-2500/-ની રકમના ચેક તેમજ દિવ્યાંગ કન્યાઓને પ્રોત્સાહન મળે એ માટે રૂ-2000/-ની રકમના ચેકનું શિક્ષણપ્રધાનના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે રાજ્યભરમાં વધુ 4 હજાર જેટલા બાળકોને જિલ્લા-તાલુકાકક્ષાએ UID કાર્ડ-દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (UID Card-Certificate of Disability)અપાશે. અત્યાર સુધીમાં 73 હજાર જેટલા બાળકોને વિકલાંગતાના પ્રમાણપત્રો એટલે કે યુડીઆઇડી કાર્ડ આપવામાં આવ્યાં છે.

દિવ્યાંગતા ધરાવતા બાળકોના સાધન સહાય વિતરણનો કાર્યક્રમ

આ ઉપરાંત ભારત સરકારના પીએસયુ ALIMCO દ્વારા અંદાજિત રૂ. 11 કરોડના ખર્ચે 24 હજાર જેટલાં જુદી-જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોના સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આજે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં સમગ્ર શિક્ષા અંતર્ગત તાલુકા કક્ષાથી રિસોર્સ રૂમમાં વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળે તે માટે 1200 જેટલા રિસોર્સ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે અને આગામી સમયમાં રાજ્યના તમામ ક્લસ્ટર એટલે કે 3247 જેટલા ક્લસ્ટરમાં રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવશે.

કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેકટર-19, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજયકક્ષાના વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર શિક્ષાના ઉચ્ચ અધિકારીઓ, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યભરની શાળાઓમાંથી દિવ્યાંગ બાળકો, વાલીઓ, શિક્ષકો અને SMCના સભ્યો જોડાયા હતા.

આ પણ વાંચોઃMurder Case in Mehsana : પોલીસે અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલ્યો, માતાના પ્રેમીએ કરી હતી હત્યા

આ પણ વાંચોઃGujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર

ABOUT THE AUTHOR

...view details