દિવાળીના દિવસે રાત્રે ફટાકડા અને રોકેટની આતશબાજીના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ માટે ભરવામાં આવેલું ઘાસ આગમાં રાખ થઈ થઈ જતું હોય છે અને આનંદનો તહેવાર તે સમયે માયુસીમાં ફેરવાઈ જાય છે. લોકો આગ બુઝાવવા માટે દોડાદોડી કરતા હોય છે. દાઝવાના બનાવ પણ સામે આવતા હોય છે. દર વર્ષે અનેક લોકોએ ફટાકડાના કારણે દાઝતા હોય છે.
ગાંધીનગર જિલ્લામાં સુરક્ષિત રીતે કરાઇ તહેવારોની ઉજવણી
ગાંધીનગર: રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી રાજ્યમાં આતશબાજી સાથે તહેવારોની ઉજવણી થઇ હતી. રાજ્યમાં અનેક જગ્યા જાનમાલને નુકસાન થવાની સમાચાર આવતા હોય છે અને આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં એક જિલ્લામાં એક પણ આગનો બનાવ સામે આવ્યો નથી.
ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આગના બનાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલા ઘાસમાં આગ લાગવાનો બનાવ વધુ પ્રમાણમાં બનતા હતાં. પરંતુ, તંત્રની જાગૃતતાના કારણે ખૂબ જ ઓછા બનાવો બને છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગાંધીનગરમાં પણ આગના બનાવના કારણે માત્ર એક દર્દીની સારવાર કરવામાં આવી હોય તેવો કેસ સામે આવ્યો હતો.
જયારે 108 ઇમરજન્સી પાસેથી મળેલા આંકડા મુજબ ગાંધીનગર જિલ્લામાં ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી 500 કેસ અલગ અલગ નોંધાયા હતાં. જેમાં દિવાળીના દિવસે 1 અને બેસતા વર્ષના દિવસે 1 કેસમાં આગનો બનાવ સામે આવ્યો હતો.